નવા મંત્રીમંડળ માટે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા છે. નવા પ્રધાનમંડળમાં પાટીદારોનો દબદબો જાેવા મળ્યો છે. પ્રધાનમંડળમાં આશરે આઠ ધારાસભ્યો, બે ક્ષત્રિય, ૬ ઓબીસી, ત્રણ એસટી, બે એસસી અને એક જૈન ધારાસભ્યનો સમાવેશ થયો. નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે. સૌથી મોટો અન્યા આહીરોને થયો છે. આહીર સમાજના ૨ મંત્રીઓ વાસણભાઈ આહીર અને જવાહરભાઈ ચાવડાનું પત્તું કપાઈ ગયું છે.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, લિંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, રાજકોટ ઈસ્ટના ધારાસભ્ય અરવિંગ રૈયાણી, ભાવનગર વેસ્ટના ધારાસભ્ય જીતુ વાઘાણી, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનિષા વકીલ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડિસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને શપથવિધિ માટે ફોન આવ્યો છે.ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટિ્વટર પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.


















Recent Comments