અમરેલીનાં નાગનાથ યુવક મંડળ ઘ્વારા છેલ્લા 1રર વર્ષથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ચાલું વર્ષે પણ આસ્થા અને ઉત્સાહભેર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને દરરોજ જુદા-જુદા ક્ષેત્રનાં આગેવાનો અને તેમજ સરકારી અધિકારીઓ ઘ્વારા ગણેશવંદના કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સીટી પીઆઈ ચૌધરી તેમજ સીટી પોલીસનાં સ્ટાફ ઘ્વારા ગણેશ વંદના કરવામાં આવી હતી. આ તકે નાગનાથ યુવક મંડળનાં મુકેશ જાની, રાજન જાની અને અન્ય આગેવાનો ઘ્વારા પોલીસ અધિકારી અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલીમાં સીટી પોલીસ દ્વારા ગણેશ વંદના

Recent Comments