અમરેલીનાં જેસીંગપરાનાં પુલ ઉપર કાર સળગી ઉઠી
અમરેલીના જેસીંગપરાના પુલ ઉપર મોડી સાંજે મારૂતિ કાર અચાનક ભડભડ સળગતાં અફડાતફડી મચીગઈ હતી. અને જાગૃત નાગરિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
જેઠીયાવદરના મુકેશભાઈ સાંગાણી સહિત 3 વ્યકિતઓ કારમાંથી બહાર આવી જતાં સદનશીબે જાનહાની ટળી હતી અને પાલિકાનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી ગયું હતું.
Recent Comments