અમરેલી રમત ગમત કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા વિભાગની સ્પર્ધા એમ ત્રણ અલગ વિભાગમાં પ્રથમ નંબરે આવનાર વૃંદ રાજ્યકક્ષાએ અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે. રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થા મંડળોઓએ dsoamreli.blogspot.com પરથી અથવા રમત ગમત કચેરી પરથી પ્રવેશપત્ર મેળવી શકશે. સંસ્થા/મંડળોએ પોતાનું પ્રવેશપત્ર તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/ ચૂટણી કાર્ડ) પોતાનું નામ સરનામું, મો.નંબર વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરી તા.૦૩/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને અથવા રમત ગમત કચેરીના ઇ-મેઈલ એડ્રેસ dydoamreli@gmail.com પર મોકલી આપવાનું રહેશે. આ અંગે વધુ માહિતી ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.
જિલ્લાકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્રો મોકલવા જોગ

Recent Comments