અમરેલી જિલ્લામા ફેકી પદાર્થાેનુ વેચાણ કરતા ઇસમાેને ઝડપી પાડવા પાેલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે એસઑજી અને લાઠી પાેલીસની ટીમે લાઠીમા કલાપી પાર્કમા એક રહેણાંકમા દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અહીથી 36 કિલાે અફીણના પાેષ ડાેડવા સાથે એક વૃધ્ધને ઝડપી લઇ કુલ રૂપિયા 1.15 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.
જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી એસઑજીના પીએસઆઇ એમ.એ.માેરી તથા લાઠી પીઅેસઅાઇ અેન.અે.વાઘેલા, બાબરા પીઅેસઅાઇ ડી.વી.પ્રસાદ સહિત ટીમ દ્વારા બાતમીના આધારે લાઠીમા કલાપી પાર્કમા અેક રહેણાંકમા દરાેડાે પાડવામા અાવ્યાે હતાે. અહીથી પાેલીસને અફીણના સુકા ડાેડવા તેમજ તેનાે ભુક્કાે 36 કિલાે મળી અાવ્યાે હતાે.
પાેલીસે અહી રહેતા અશાેકભાઇ ઉર્ફે કાળુભાઇ રતીલાલ વાેરા (ઉ.વ.70) નામના વૃધ્ધની ધરપકડ કરી હતી. પાેલીસે અહીથી અફીણના સુકા પાેષ ડાેડાના ખાલી ખાેખા અને ભુક્કાે 36 કિલાે કિમત રૂપિયા 1,08,000 તેમજ માેબાઇલ ફાેન કિમત રૂપિયા 7 હજાર, વજન કાંટાે મળી કુલ રૂપિયા 1,15,745નાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસે અા વૃધ્ધની વધુ પુછપરછ હાથ ધરી છે


















Recent Comments