fbpx
ગુજરાત

ખેડૂત સમસ્યા સુલઝાવવાની ઈચ્છા એ જાગી સમાજ સેવી જ્યોત બુદ્ધિ કુશાગ્ર નફિકરા નીડર વિદ્યાર્થી વિઠ્ઠલભાઈ પટેલ જન્મ જ્યંતી

વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ઈ.સ. ૧૮૭૩ ને ૨૭ સપ્ટેમ્બરમાં થયો હતો વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા સરદાર પાંચ ભાઈઓ હતાં સૌથી મોટા સોમાભાઈ બીજા નરસિંહભાઈ ત્રીજા વિઠ્ઠલભાઈ ચોથા વલ્લભભાઈ ને પાંચમાં કાશીભાઈ  એકના એક બહેન ડાહીબા સૌથી નાના સરદારના જ્યેષ્ઠ બંધુશ્રી વિઠ્ઠલભાઈ પટેલનો સમય હતો ઈ.સ ૧૮૭૩ થી ૧૯૩૩ સુધીનો બ્રિટિશ શાસનકાળની વડી ધારાસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ હિંદી ગરવા ગુજરાતના વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ હાલ આણંદ જિલ્લાના કરમસદ ગામમાં થયો હતો . તેજસ્વી છતાં નફિકરાં વિદ્યાર્થી હોવાનાં કારણે કૉલેજના ઉચ્ચ શિક્ષણનાં દ્વાર વણઊઘડ્યાં જ રહી ગયાં પરંતુ એ જમાનાની કેળવણી પ્રથા અનુસાર એમણે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા આપી 

ઈ.સ. ૧૯૦૫ માં તેઓ ઈંગ્લેન્ડ ગયા ને બેરિસ્ટર બન્યા લંડનવાસ દરમ્યાન દાદાભાઈ નવરોજી સાથે એમનો પરિચય થયો વિઠ્ઠલભાઈ ની રાજકીય કારકિર્દી માટેનાં આ મંડાણ હતાં લંડનથી ભારત આવી તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી ૧૯૧૦ માં એમના પત્નીનું મૃત્યુ થયું  દરમ્યાન એમની તબિયત પણ લથડી એટલે એ વતન આવ્યાં  વતનમાં એમણે ખેડા જિલ્લાના ખેડૂતોની સમસ્યા જાતે નિહાળી પ્રશ્નો સુલઝાવવાની એમને ઈચ્છા જાગી તેમાંથી સમાજસેવા ને દેશસેવાનાં બી રોપાયાં એ માટે સૌપ્રથમ મુંબઈની ધારાસભાની ચૂંટણી લડ્યા  ધારાસભામાં પહોંચ્યાં  ત્યાં વખતોવખત અનેક તબક્કે તેમની કુશાગ્ર બુદ્ધિનો ને નીડરતાનો પરચો આપ્યો  ૧૯૨૫ માં લાગટ ત્રીજે વર્ષે ધારાસભામાં ચૂંટાઈને પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા ૧૯૩૦ ના દાંડી સત્યાગ્રહ પ્રસંગે સરકારે વત્ઝેલા દમનના કોરડાના વિરોધમાં એમણે પ્રમુખપદનો ત્યાગ કર્યો કપરી બીમારીનો ઈલાજ કરાવવા તે વિયેના ગયા ને ત્યાં જ તેમનું અવસાન થયું એક જ કુટુંબમાં નાનો ભાઈ ઘણો તેજસ્વી પાકે ત્યારે મોટો ભાઈ ગમે તેટલો નોંધપાત્ર હોય છતાં ઢંકાઈ જાય છે આપણા દેશની આઝાદીના ઇતિહાસમાં પણ એક એવી જોડી જોવા મળે છે  જેમાં નાનો ભાઈ ખૂબ પ્રખર નેતા તરીકે પ્રસિદ્ધ થયો ને એનો મોટો ભાઈ પણ તજેસ્વી હોવા છતાં ઓછો જાણીતો બન્યો આ જોડી તે આપણા ગુજરાતના વિઠ્ઠલભાઈ પટેલ ને વલ્લભભાઈ પટેલ નાના વલ્લભભાઈ આગળ વધીને દેશના “સરદાર” લોખંડી પુરુષ ભારત ઐક્ય વિધાતા ને પ્રથમ રાષ્ટ્રીય સરકારના નાયબ વડાપ્રધાન બન્યા

જ્યારે વિઠ્ઠલભાઈ પટેલ દેશની એ જમાનાની ધારાસભાના વડા બન્યા હતા ને દેશની રાજકીય સંસ્થાઓના આગેવાન બન્યા હતા  કરમસદની ભાગોળે એક જૂનું ખંડેર આવેલું હતું  એમાં ગામની નિશાળ બેસતી ત્યાં વિઠ્ઠલભાઈએ પાંચ વર્ષની ઉંમરે એ નિશાળમાં એકડો ઘૂંટ્યો આ નિશાળ નાની હતી ને ભણતરની સગવડ નહોતી તેથી એમના મામા ડુંગરભાઈ એમને પોતાને ઘેર તેડી ગયા વિઠ્ઠલભાઈ નડિયાદમાં બે રીતે ઝળકી ઊઠ્યા એક તો હોશિયાર વિદ્યાર્થી ને તોફાની છોકરા તરીકે એક વાર એવું બન્યું કે એક શિક્ષકે એમને જરા ધમકાવ્યા ને વાંક એમનો જ હતો પરંતુ વિઠ્ઠલભાઈને તો ગુસ્સો ચડી આવ્યો  શિક્ષકને છુટ્ટી સ્લેટ જ મારી તેઓ મૅટ્રિકમાં હતા ત્યારે “સ્કૂલ ફાઈનલ” (શાળાંત) નામની પરીક્ષા આપવાનો પણ એમને વિચાર થયો  બંનેની પરીક્ષા આપી પહેલે વર્ષે તો બંનેમાં નાપાસ થયા પરંતુ પછીના વરસે સારા ગુણથી પાસ થઈને જંપ્યા વિઠ્ઠલભાઈને પોતાનાં મા- બાપ માટે ઘણું માન હતું  તેઓ નડિયાદ હતા

ત્યારે દર સપ્તાહે એકવાર તો માતા -પિતાનાં દર્શન માટે જરૂર કરમસદ આવી જતા ઝવેરભાઈ જ્યારે પિસ્તાલીસ વરસના થયા ત્યારે એમને ધર્મની દીક્ષા લેવાનું મન થયું એમણે વિઠ્ઠલભાઈને આ અંગે વાત કરી  વિઠ્ઠલભાઈ હમણાં જ વકીલ બન્યા હતા નાનો ભાઈ હજુ ભણતો હતો  વિઠ્ઠલભાઈએ ઘરની બધી જવાબદારી પોતાને શિરે લઈ લીધી ને પિતાને દીક્ષા ગ્રહણ કરવાની રજા આપી દીધી દાદાભાઈ નવરોજી સંપર્ક માં આવ્યા અને એક નિર્ભય નેતા તરીકે પ્રથમ ખેડૂત સમસ્યા ઉકેલવા અથાગ પ્રયત્ન કર્યા હતો આ નિર્ભય નીડર નેતા ની નોંધ ભારત સરકારે લીધી તેમની સ્મૃતિ માં પોસ્ટકાર્ડ અને ટપાલ ટીકીટ બહાર પડાય હતી 

Follow Me:

Related Posts