fbpx
બોલિવૂડ

સ્ટાર કિડને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં દરેક સવલત મળે તે વાતમાં કોઇ દમ નથી: સોનાક્ષી સિંહા

અભિનેત્રીએ વધુમાં એમ પણ કહ્યું હતુ ંકે, મારી વાત તો ભૂલી જાઓ, પરંતુ મારા પિતા જેઓ સ્ટાર સંતાન નહોતા તેમને પણ આવો કડવો અનુભવ થયો છે. તેમને પણ ઘણી ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આવું દરેક સ્ટાર સાથે થતું હોય છે. આમાં કાંઇ નવું નથી, આ તો વ્યવસાયનો એક હિસ્સો હોય છે અને તેની સાથે તમે આગળ વધતા હો છો. સખત પરિશ્રમ કરતા રહેવાથી સફળતા મળે છે. સોનાક્ષી સિંહા સ્પષ્ટવક્તા તરીકે જાણીતી છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડસ પ્રત્યેની સતત ચર્ચા અને પ્રશ્રોનો ઉત્તર આપીને આઉટસાઇડર્સ પર નિશાન તાક્યું છે. સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, સ્ટાર કિડસને પણ ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવતા હોય છે. મનોરંજન દુનિયામાં એવું જાેવામાં આવ્યું છે કે કોઇ સ્ટાર કિડને અન્ય સ્ટાર કિડને કારણે પ્રોજેક્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેની સાથે પણ આવો અનુભવ થયો હોવાનું તેણે જણાવ્યું હતું. સોનાક્ષીએ ફિલ્મઇન્ડસ્ટ્રીમાંના આઉટસાઇડર્સો પર આડકતરી રીતે ટીપ્પણી કરતાં કહ્યું હતુ ંકે, સ્ટાર કિડને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં દરેક સવલત મળે તે વાતમાં કોઇ દમ નથી. તેમને પણ ફિલ્મોમાંથી દૂર કરવામાં આવતા હોય છે. ખાસ વાત તો એ છે કે, તેઓ જાહેરમાં આ વાતના રોદણાં રડતા નથી હોતા.

Follow Me:

Related Posts