fbpx
બોલિવૂડ

શોમાં ગેસ્ટ તરીકે આવવાના મુમતાઝે ૫૦ લાખ રૂપિયા માગ્યા

શોમાં આવવા માટે મુમતાઝે એટલી મોટી રકમ માગી કે મેકર્સના હોશ ઊડી ગયા. ચેનલે મુમતાઝને રાજી કરવા શકય તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ મુમતાઝે એટલી મોટી રકમ માંગી કે ચેનલ પણ વધારે કંઈ કહી ન શકી. મુમતાઝે શોમાં આવવા માટે ૪૦-૫૦ લાખ રૂપિયા માગ્યા હતા, પરંતુ ચેનલ માટે આ રકમ બહુ જ મોટી હતી. મુમતાઝ પોતાના સમયના સૌથી હિટ સ્ટાર્સમાં સામેલ હતા. તેમના શો પર આવવાથી શોની ટીઆરપીમાં ફાયદો થયો હોત. તમને જણાવી દઈએ કે, મુમતાઝ થોડા દિવસો પહેલા ધર્મેન્દ્ર સાથે રિયુનિયનના કારણે ચર્ચામાં હતા.

બંને ‘લોફર’, ‘ઝીલ કે ઉસ પાર’, ‘આદમી ઔર ઇન્સાન’, ‘મેરે હમદમ મેરે દોસ્ત’સહિતની ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકયા છે. તેમનો સાથેનો ફોટો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતોમુમતાઝને ડાન્સ દીવાને ૩ ના સેટ પર માધુરી દીક્ષિત સાથે સ્ક્રીન શેર કરવા માટે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પહેલો એવો પ્રસંગ હોત જેમાં પ્રશંસકો માધુરી દીક્ષિત અને મુમતાઝને એક સાથે સ્ક્રીન પર જાેઈ શકત. રિયાલિટી શોમાં અવારનવાર ખાસ એપિસોડ માટે સ્પેશ્યલ ગેસ્ટને બોલાવવામાં આવે છે. આ કારણે લોકોને જૂના કલાકારોથી જાેડાયેલા રહેવાનો લોકોને મોકો મળે છે.

પછી એ ચાહે સિંગિંગ રિયલિટી શો હોય કે ડાન્સિંગ, આપણે હંમેશ જૂના સ્ટાર્સને જાેઈએ છીએ. થોડા સમય પહેલા ‘ધ કપિલ શર્મા શો’માં ધર્મેન્દ્રને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોમાં અગાઉ પણ અન્ય દિગ્ગજ સ્ટાર્સ આવી ચૂકયા છે. ડાન્સિંગ રિયલિટી શો ‘ડાન્સ દિવાને ૩’ સાથે જાેડાયેલા આવા જ સમાચાર સામે આવ્યા છે. આ શોના મેકર્સે થોડા સમય પહેલા દિગ્ગજ અદાકારા મુમતાઝને શો પર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. સાથે જ એ પહેલો એવો પ્રસંગ હોત કે જેમાં પ્રશંસકો માધુરી દીક્ષિત અને મુમતાઝને એક સાથે સ્ક્રીન પર જાેઈ શકત. આ સાથે હાલના દિવસોમાં મુમતાઝનો કોઈ રિયલિટી શોમાં પહેલો ગેસ્ટ અપિયરન્સ હોત. આખી ટીમ મુમતાઝને લઈને ખૂબ જ એકસાઇટેડ હતી.

Follow Me:

Related Posts