રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર ૩ ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેનું આજે પરિણામ આવ્ય હતું. જેમાં ભાજપના સૂપડા સાફ થયા છે અને કોંગ્રેસનો પંજાે ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે.
આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જાેકે, તેમાં બાવળિયા અસફળ રહેતા તેના જ ગઢમાં ગાબડુ પડ્યું છે.કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતા ખાલી બેઠક પર પેટાચૂંટણી આવી હતી. જેમાં ભાજપમાંથી છગન તાવીયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં છગન તાવીયાને ૪૮૬૮ મત મળ્યા છે અને વિનુ મેણિયાને ૫૬૨૧ મત મળ્યા છે.
આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવીયાને ૨૦૮૪ મતથી હરાવ્યા છે. કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતા ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરીયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના શારદાબેનને ૫૧૦૩ મત મળ્યા હતા અને કોંગ્રેસના રસીલાબેનને ૪૮૬૮ મત મળ્યા હતા. આથી કોંગ્રેસના શારદાબેન ૨૩૫ મતથી વિજેતા થયા છે.રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.૫ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપના મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતા બેઠક ખાલી પડતા પેટાચૂંટણી આવી હતી. જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરીયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને ૮૮૫ મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને ૧૦૯૮ મત મળ્યા છે.
Recent Comments