જગત જમાદાર યુનો અને તેની કલ્યાણકારી સંસ્થા નો ઉદેશ કર્મસ્તુ કૌશલ્યમ યુ એન ઓ સને ૧૯૧૪-૧૮અને ૧૯૩૯-૪૫ દ્વિતીય વિશ્વ યુદ્ધ ના વિનાશ થી શાંતિ ના ચાહકો શરૂ કરેલ સંસ્થા લોકોને આવાં યુદ્ધો અટકાવવાની જરૂર લાગી . પરિણામે વિશ્વને ભાવિ યુદ્ધોમાંથી બચાવવા અને વિશ્વશાંતિ સ્થાપવા ૨૪ ઑક્ટોબર ૧૯૪૫ માં કેટલાંક શાંતિચાહક રાષ્ટ્રોએ યુનોની સ્થાપના કરી આ સંસ્થાનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવસંસ્કૃતિને રક્ષવાનું શિક્ષણ આરોગ્ય વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી પરસ્પર ઝઘડાનું શાંતિમય સમાધાન લાવવાનું છે હાલ યુ.એન.ઓ.માં ૧૮૫ ની સભ્યસંખ્યા છે દર ૨૪ ઑક્ટોબરે યુ એન દિનની ઉજવણી થાય છે યુ.એન.ની મુખ્ય કચેરી યુ.એસ.એ.ના ન્યૂયોર્કમાં આવેલી છે યુનોની વહીવટી ભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ છે સામાન્ય સભા (ન્યૂયોર્ક) યુ.એન.નું અંગ છે આ સભા વર્ષમાં સામાન્ય રીતે એકવાર મળે છે તે યુનોમાં બીજાં અંગોનાં કાર્યો નિહાળે છે અને નવી નિમણૂકો કરે છે દરેક સભ્યને મતાધિકાર છે સલામતી સમિતિ (ન્યૂયોર્ક)આ સમિતિમાં કુલ ૧૫ સભ્યો છે એ પૈકી બ્રિટન ફ્રાન્સ અમેરિકા રશિયા અને ચીન એમ પાંચ સ્થાયી સભ્યો છે બાકીના દસ સભ્યોની નિમણૂક બે વર્ષ માટે સામાન્ય સભા કરે છે વિશ્વશાંતિ જાળવવાની જવાબદારી આ સમિતિની છે વિશ્વશાંતિ જોખમાય તેવા ઝઘડાની તપાસ કરી પગલાં ભરી શકે છે તે માટે યુ એન.ના સભ્ય દેશો પાસેથી લશ્કરી મદદ મેળવી શકે છે . સલામતી સમિતિને નિર્ણય માટે પાંચ સ્થાયી સભ્યોના મત જોઈએ જ એક પણ સ્થાયી સભ્ય મત આપવાની ના પાડે તો નિર્ણય લઈ શકાય નહીં આ સત્તાને વિટો કહે છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ (ન્યૂયોર્ક) યુ.એન.ની આ કાઉન્સિલ યુ.એન.નું વાલીપણું કરે છે સ્વીકારેલ પ્રદેશો (ટ્રસ્ટ ટેરિટરીઝ) નો વહીવટ કરે છે તેના વિકાસ માટે પ્રયત્નો કરે છે ધીરે ધીરે તેઓને સ્વશાસન અને સ્વતંત્રતા તરફ લઈ જાય છે આ કાઉન્સિલમાં ૧૪ સભ્યો છે આંતરરાષ્ટ્રીય બેન્ક (વર્લ્ડબેન્ક – વોશિંગ્ટન) યુ.એન.ના સભ્ય દેશોને આર્થિક બાબતોમાં સલાહસૂચનો આપે છે લોન આપે છે બીજા દેશોને આર્થિક જરૂરિયાતવાળા દેશોમાં મૂડીરોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈ એમ.એફ વોશિંગ્ટન) દુનિયાના કેટલાક દેશોએ સભ્ય બની આ ફંડ ઊભું કરેલું છે તેના મુખ્ય ઉદ્દેશો આર્થિક રીતે પછાત હોય તેવા દેશોને આર્થિક મદદ કરવાનો આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ કરવાનો તે દ્વારા રોજગારીની તથા આવકની તકો ઊભી કરવાનો તથા દુનિયાના વેપારની સમતુલા જાળવી હૂંડિયામણમાં સ્થિરતા લાવવાનો છે યુનેસ્કો (UNESco -પેરિસ) યુ એન.ની આ એક પેટા સંસ્થા છે શિક્ષણના પ્રચારનો આ સંસ્થાનો હેતુ છે વધુ લોકો શિક્ષણ લેતા થાય તે માટે યોગ્ય મદદ કરે છે તેનું આખું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક ઍન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન છે સંસ્થાની મુખ્ય કચેરી યુનેસ્કો હાઉસ પેરિસ-ફ્રાન્સ ખાતે આવેલી છે યુનિસેફ (UNICEF -ન્યૂયોર્ક) તેનું આખું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ છે તેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં છે આ પણ યુ.એન.ની બાળકો માટેની એક પેટા સંસ્થા છે દુનિયાનાં બાળકોને તે મદદ કરે છે સભ્ય દેશો યુનિસેફ ને ફરજિયાત રીતે આર્થિક મદદ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (W.H.O.-જીનીવા) દુનિયાભરના લોકોના સ્વાસ્થ્યનું ધોરણ ઊંચું લાવવા રોગો ફેલાતા અટકાવવા પ્રતિકાર માટેની દવાઓનું સંશોધન કરવા પ્રયત્ન કરે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (I.L.O-જીનીવા) સને ૧૯૧૯ માં લીગ ઓફ નેશન્સ સાથે સ્થપાયેલી સંસ્થા વિશ્વના કામદારોનું જીવનધોરણ સુધારવા સતત પ્રયત્નશીલ છે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (I.A.E-વિયેના) અણુશક્તિના શાંતિમય ઉપયોગ માટે સને ૧૯૫૬ માં તેની વાપના થઈ વિનાશકારી અણુપ્રયોગો બંધ થાય તે માટે આ સંસ્થા પ્રયત્નશીલ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (વિશ્વઅદાલત – T.C.J.-હેગ) આંતરરાષ્ટ્રીય કાનૂની પ્રશ્નો ઉકેલે છે યુ એન.ના બધા સભ્ય દેશો તેની હકૂમત નીચે છે તેમાં ૧૬ ન્યાયાધીશો છે અદાલતનું સ્થળ હેગ નેધરલેન્ડ્ઝમાં છે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (I.T.U.- જીનીવા) ટેલિફોન રેડિયો તાર વગેરે સગવડ દુનિયાભરના દેશોને મળતી રહે તે માટે યોગ્ય ધારાધોરણો દર અને સલામતીની વ્યવસ્થા આ સંસ્થા રાખે છે ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (F.A.0.-રોમ) ખેતીવાડીને ઉત્તેજન મળે અને લોકોને પૌષ્ટિક ખોરાક મળે તેમજ લોકોનું જીવનધોરણ અને સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયત્નો આ સંસ્થા કરે છે માનવહક્કપત્ર ઈ.સ. ૧૯૪૮ માં સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ માનવહક્ક પત્રના ઠરાવ દ્વારા વિશ્વભરની પ્રજાને સ્વતંત્રતા અને સમાનતાનો સંદેશ આ ઠરાવ દ્વારા આપ્યો છે પ્રજાની સત્તાને સર્વોપરી લેખતા આ હક્કપત્રનું દર ડિસેમ્બર (માનવઅધિકાર દિને) પુનરુચ્ચારણ કરવામાં આવે છે યુનો અને મહામંત્રીઓ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વિનાશકતા જોયા પછી દુનિયાના સમજદાર લોકોને લાગ્યું માનવસર્જિત આ સર્વનાશ અટકાવવો જોઈએ અને એવાં રાષ્ટ્રોએ મળીને સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની વિશ્વ સંસ્થા (૨૪ ઑક્ટોબર ૧૯૪૫) ઊભી કરી આ સંઘનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવસંસ્કૃતિને રક્ષવાનું શિક્ષણ આરોગ્ય જેવી માનવકલ્યાણની પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી પરસ્પરના ઝઘડાનું શાંતિમય સમાધાન લાવવાનું છે . તેની સ્થાપનાના બીજા વર્ષથી એટલે સને ૧૯૪૬ થી તેનું શાસન આ મહામંત્રીઓના હાથમાં રહ્યું છે ૧.ટ્રિગ્વે લાઈ સને ૧૯૪૬ થી ૧૯૫૩ – નોર્વે (યુરોપ)૨.૩.૪.દાગ હેમરશિલ્ડ સને ૧૯૫૩ થી ૧૯૬૧ -સ્વિડન (યુરોપ) યુ થાન્ટ સને ૧૯૬૧ થી ૧૯૭૧ -બર્મા (એશિયા) કર્ટ વાલ્હેમ સને ૧૯૭૨ થી ૧૯૮૧- ઓસ્ટ્રિયા (યુરોપ) E.ઝેવિયર પરેઝ ડીક્યુલર સને ૧૯૮૨ થી ૧૯૯૧ -પેરુ (દક્ષિણ અમેરિકા) બૂત્રસ ઘાલી સને ૧૯૯૧ થી ૧૯૯૬ -નાઇજીરિયા (આફ્રિકા) ૭.કોફી અન્નાન સને ૧૯૯૬ થી ચાલુ-ઘાના (આફ્રિકા) અન્ય વિશ્વ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કરારો લીગ ઓફ નેશન્સ પ્રથમ વિશ્વયુદ્ધે સર્જેલ સાર્વત્રિક વિનાશનું પુનરાવર્તન ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનો શાંતિપૂર્વક ઉકેલ લાવવા વિશ્વના શાંતિચાહક દેશોએ ઈ.સ. ૧૯૨૦ માં જીનીવામાં લીગ ઓફ નેશન્સની સ્થાપના કરી જર્મની જાપાન ઇટલી વગેરે દેશોએ સામ્રાજયવાદની જાળ બિછાવી પરંતુ લીગ ઓફ નેશન્સ તેઓની સામે કંઈ પગલાં ભરી શક્યું નહીં પરિણામે ઈ.સ.૧૯૩૯ માં બીજું વિશ્વયુદ્ધ આરંભાયું . ઈ.સ. ૧૯૪૩ માં તે સંસ્થાનું વિસર્જન થયું જગત જમાદાર યુનો અને તેની સંસ્થા ઓ ૧૮૫ દેશો ની સભ્ય સંખ્યા સાથે વિશ્વ ના કલ્યાણ માટે કામ કરે છે તેનો સ્થાપના દિન એટલે રાષ્ટ્ર સંધ દિન
“રાષ્ટ્ર સંધ દિન” જગત જમાદાર યુનો શાંતિ ના ચાહક ૧૮૫ દેશો ની સંસ્થા નો ઉદેશ કર્મસ્તુ કૌશલ્યમ વિશ્વ ના કલ્યાણ માટે હેગ વિશ્વ અદાલત W.H.O વિશ્વ આરોગ્ય યુનેસ્કો યુનિસેફ સહિત માનવ હક્કપત્રક નો સંદેશ આપે છે

Recent Comments