ભાવનગર ખાતેના બી.એ.પી.એસ. મંદિર ખાતે પૂજા- અર્ચના કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયે સંધ્યાકાળે વાઘાવાડી રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. મંદિર ખાતે દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં નીલકંઠવર્ણીએ જળાભિષેક કરી મંદિર ખાતેના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.
મંદિર પરિસર ખાતે સોમપ્રકાશ સ્વામી, અધ્યાત્મસ્વરૂપ સ્વામી, યોગવિજય સ્વામી, ત્યાગરાજસ્વામી પણ મુખ્યમંત્રીશ્રી સાથે રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત સમયે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આર.સી. મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશ લંગાળિયા, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments