અમરેલી જિલ્લમાં સિંહોની સંખ્યા જે રીતે વધી રહી છે તેવી જ રીતે હવે દીપડાની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે તે લોકો માટે અતિ જોખમી બની રહ્યો છે જોકે દીપડા વન્યપ્રાણીમા અતિ ખૂંખાર પ્રાણી માનવામાં આવી રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે રાજુલા શહેરમાં આવેલ મુખ્ય બજાર પાછળ પિરયા ડુંગર નજીક રહેણાંક મકાન બહાર 60 વર્ષી વૃદ્ધ મહિલા હીરાબેન બાલાભાઈ ખેંગાર નામની મહિલા ઉપર પાછળ થી આવી દીપડો હુમલો કરતા વૃદ્ધ મહિલા લોહીલુહાણ થયા હતા જોકે આ મહિલા એ જીવ બચાવવા માટે અહીં રાડ રાડ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા અને દીપડો અહીં થી નાચી છૂટ્યો હતો ત્યારબાદ આ વૃદ્ધ મહિલા ને હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી જોકે વૃદ્ધ મહિલા ઉપર ગંભીર રીતે હુમલો કરતા મહિલા બોલી પણ શકતા નથી સાથે સાથે પ્રથમ વખત શહેર સુધી દીપડો આવી ચડતા સ્થાનિક લોકો માં ભયનો માહોલ ઉભો થયો છે મોટી સંખ્યમાં લોકો અહીં એકઠા થયા હતા મહિલાના પરિવાર જનો દ્વારા દીપડા ને તાકીદે પાંજરે પુરવા માટેની માંગ કરાય છે સાથે સાથે વનવિભાગ ની ટિમ પણ દોડી આવી છે દીપડા ને પકડવા કવાયત શરૂ કરી છે
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમા મોડી રાતે દીપડો રહેણાંક વિસ્તાર માં ઘુસી જતા વૃદ્ધ મહિલા ઉપર ગંભીર હુમલો કરતા મહિલા ને સારવાર અપાય સ્થાનિકો માં દીપડા ના હુમલા થી ભય ફેલાતા દીપડો પાંજરે પુરવા માંગ ઉઠાવી


















Recent Comments