રમત ગમત વિભાગ દ્વારા બહુરૂપી, નટબજાણીયા (દોરડા ઉપર ચાલતા કલાકારો) તથા ભવાઈ ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહિત કરવા સહાય આપવા અંગેની યોજના અમલમાં છે. અમરેલી જિલ્લાના સહાય મેળવવા ઈચ્છુક બહુરૂપી, નટબજાણીયા કલાકારો તેમજ ભવાઈ નાટ્યમંડળીઓએ જિલ્લા રમત ગમત કચેરી અમરેલી ખાતેથી અથવા વેબસાઈટ http://www.commi-synca.gujarat.gov.in પરથી અરજીફોર્મ મેળવીને નિયમોનુસાર ભરીને તા. ૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ નં. ૧૧૦-૧૧૧, અમરેલી ને મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે.
બહુરૂપી,નટબજાણીયા,ભવાઈક્ષેત્રના કલાકારોએ મળવાપાત્ર સહાય માટે ૩૦ નવેમ્બર સુધીમાં અરજી કરવી


















Recent Comments