ધર્મ દર્શન

રાજુલા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને રાજસ્થાન રાજયમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા
અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી
જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા
ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી
જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૬૩૦/૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ
૩૧૮(૪), ૬૧(૧) તથા જી.પી.આઇ.ડી. એકટ કલમ ૩ તથા ધ પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની
સરકયુલેશન સ્કીમ્સ (બેનીંગ) અધિનિયમ ૧૯૭૮ ની કલમ ૩, ૪ મુજબના ગુનામાં પોતાની

કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ
આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજસ્થાન રાજયમાંથી
પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી
આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
રૂપારામ ગોરખારામ ચૌધરી(મેઘવાળા), ઉ.વ.૩૦, રહે.રાતડી, તા.શિવ, જિ.બાદમેર
(રાજસ્થાન).
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
યુવરાજસિંહ રાઠોડ, બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા,
દશરથસિંહ સરવૈયા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હીમાસીયા, તુષારભાઇ
પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts