અમરેલી

લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ કાંતીભાઈ વઘાસીયાનાં માર્ગદર્શનતળે અમરેલીનાં કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું

તાજેતરમાં કોરોનાની વૈશ્‍વિક મહામારીમાં માનવજીવનને જીવના જોખમે બચાવવાનું ભગીરથ કાર્ય કરનાર અમરેલીની સંસ્‍થાઓ અને કાર્યકર્તાઓનનો સન્‍માન કાર્યક્રમ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટના માઘ્‍યમથી યોજાયો.

અમરેલી શહેરમાં કોરોનાનાં કપરા કાળમાં માનવ સેવાની મહેક પ્રસરાવવાનું ભગીરથ કાર્ય કરનાર સંસ્‍થાઓમાં લાયન્‍સ કલબ, પરિવર્તન ટ્રસ્‍ટ, કૈલાસ મુકિતધામ, પટેલ બોર્ડિંગ, નિલકંઠ સેવા ટ્રસ્‍ટ જેસીંગપરા સહિતની સંસ્‍થાઓ ઘ્‍વારા ઓકિસજન સેવા, ઉકાળા વિતરણ, આઈસોલેશન વોર્ડ તેમજ પટેલ વાડી હિરામોતી ચોકમાં સોજીત્રા પરિવાર ઘ્‍વારા કરાયેલ ટીફીન સેવા સહિતની કામગીરી કરનાર સંસ્‍થાઓ અને તેમના કાર્યકર્તાઓનું સન્‍માન લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ઘ્‍વારા યોજવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ કાંતીભાઈ વઘાસીયાનાં માર્ગદર્શન નીચે યોજાયો. આ તકે લેઉવા પટેલ સમાજની વિવિધ સંસ્‍થાઓનાંઆગેવાનો તેમજ સાંસદ, જીલ્‍લા પંચાયત, પાલિકાનાં પ્રમુખ સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓની હાજરીમાં સંપન્‍ન થયો. કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ બાવીશીએ કરેલ.

Related Posts