fbpx
ગુજરાત

સુરતના યુવકને અમદાવાદમાં માર મારી લૂૂંટ્યો

નિકોલમાં ધ્રુવને જાેઈ ૭ પૈકી કેટલાકએ પાછળથી માથામાં હુમલો કરી દીધો હતો. ધ્રુવને લોહી લુહાણ કરી ખીસ્સામાંથી રૂપિયા, જરૂરી પેપર અને ગળામાંથી સોનાની ચેઇન તોડી લીધી હતી. ત્યારબાદ ડરના માર્યા હુમલાખોરોએ માથે હળદર લગાડી ધ્રુવને સુરત આવતી બસમાં બેસાડી દીધો હતો.બસમાંથી અન્ય મુસાફરના ફોન પરથી ફોન કરી ધ્રુવએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા ચિંતામાં મુકાઇ ગયા હતા. ધ્રુવ સુરત આવતા જ મોડી રાત્રે સિવિલમાં સારવાર કરાવી આગળની કાર્યવાહી કરીશું તેમ મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું.અમદાવાદ નિકોલ બોલાવી સુરત સેન્ટરના એમેઝોન કંપનીના મેનેજરને મિત્રોએ રૂપિયાની લેતી દેતીમાં ફટકારી મોબાઈલ ફોન અને જરૂરી પેપર પણ લઈ લીધા હોવાનું સામે આવ્યું છે.

ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, માર માર્યા બાદ હુમલાખોરોએ માથે હળદર લગાડી સુરત આવતી બસમાં બેસાડી દીધો હતો. વગર પૈસે સુરત પહોચ્યા બાદ સિવિલમાં સારવાર કરાવી છે.ર્ ઇજાગ્રસ્તના પિતા મુકેશ પટેલએ જણાવ્યું હતું કે, દીકરો ધ્રુવ એમેઝોન કંપનીમાં મેનેજર છે. મહેસાણામાં નોકરી દરમિયાન ધ્રુવએ મિત્ર પાસેથી રૂપિયા લીધા હતા. જેની સામે મોબાઈલ આપી દીધો હતો. બસ એ વાતને લઈ મિત્રએ અમદાવાદ બોલાવી ફોન લઈ જા અને રૂપિયા આપી જા એમ કહેતા ધ્રુવ રૂપિયા આપવા જ ગયો હતો.

Follow Me:

Related Posts