fbpx
અમરેલી

“વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ સેવક સમુદાય આયોજિત ૧૮ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત સીતારામ આશ્રમ સેવક સમુદાય આયોજિત સર્વ જ્ઞાતિ ૧૮ મો સમૂહ લગ્નોત્સવ સંવત કારતક સુદ ૧૨ ને સોમવાર તા૧૫/૧૧/૨૧ ના રોજ યોજાશે ૧૨ નવદંપતી ને આદર્શ ગૃહસ્થ જીવન ના આશિષ પાઠવવવા અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો ઉદારદિલ દાતા ઓની ઉપસ્થિતિ માં “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ સાથે કરિયાવર ના દાતા ઓનો સત્કાર કરાશે ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સ પ્રસંગે શ્રી રામદેવજી જ્યોત દર્શન પૂજન અર્ચન સવારે૭-૦૦ કલાલ થી બપોર ના ૩-૦૦ કલાક સુધી  સોમવાર તા૧૫/૧૧/૨૧ ના રોજ જાન આગમન સવાર ના૭-૦૦ કલાકે હસ્ત મેળાપ સવારે ૯-૦૦ કલાકે ભોજન પ્રસાદ બપોર ના ૧૧-૩૦ કલાકે કન્યા વિદાય બપોર ના ૨-૩૦ કલાકે યોજાશે ૧૮ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં અસંખ્ય નામી અનામી સંતો ઉદારદિલ દાતા શ્રી ઓ સમાજ શ્રેષ્ટિ ઓની ઉપસ્થિતિ માં વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૨ નવદંપતી ઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ આપશે 

Follow Me:

Related Posts