આપણને હવા વગર માંગ્યે મળે છે. તે જાતી ભેદમાં માનતી નથી. દરેકને એક જ સરખો ઓક્સિજન મળે છે. તો પછી જીવનમાં કેમ સમાનતા નથી. જ્યારે વગર માંગ્યે મળે ત્યારે સાચા અર્થમાં અધિકારો મળ્યા કહેવાય. આપણે એવા નાગરિકો બનવાની જરૂર છે. સંસ્થાના આચાર્ય ડૉ. પ્રીતિ રાઠોડે જણાવ્યું હતું કે, આપણને અધિકાર મેળવવાનો હક્ક છે. સાથે કોઈને ન નડવાની ફરજ છે. આપણે બીજાના અધિકારોનો ખ્યાલ રાખીએ. અધિકારોનું રક્ષણ થશે તો જ જીવન અને સમાજ વધુ સફળ થશે. દરેકને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા હોવી જાેઈએ. સામાજિક,રાજનૈતિક-આર્થિક,શૈક્ષણિક સ્વતંત્રતા હોવી જાેઈએ.આપણા હક્કોને ઓળખીએ અને બીજાને વાકેફ કરીએ તો દિવસની ઉજવણી સાર્થક ગણાશે. આ સિવાય કાર્યક્રમમાં નિયામક નલીનભાઈ જાેશી તેમજ પ્રો. કોકિલાબેન પંચાલે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપરાંત પીઆઇ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આભારવિધિ કૃપલ ક્રિશ્ચિયને કરી હતી. કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી હેતલ પટેલ, જીજ્ઞાશા મકવાણાએ કર્યું હતું. તાલીમાર્થીઓએ માનવ અધિકાર ગીત, નાટક રજુ કર્યા હતા. ઉપરાંત પોસ્ટર સ્પર્ધા પણ યોજવામાં આવી હતીખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે ગઈકાલે શુક્રવારે માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ આ અંગે લોકોને જાગૃત કર્યા હતા. ઉપરાંત તાલીમાર્થીઓએ માનવ અધિકાર ગીત, નાટક રજુ કર્યા હતા. કાર્યક્રમમાં પોસ્ટર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઈન્સપેક્ટર એચ.આર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોઇપણ પરિસ્થિતિનો, મુશ્કેલીનો હિંમતભેર સામનો કરો. ઝાંસીની રાણી પોતાના બાળકને કુંખે બાંધી લડી હતી. લોકોને બંધારણના તમામ હક્ક મળવા જાેઈએ. જ્યાં સારું છે ત્યાં ખરાબ પણ રહેલું છે. આપણે હક્કને ઓળખી સચ્ચાઈને માર્ગે ર્નિભય પણે આગળ વધીશું તો જીવન ખુશખુશાલ બની જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા રાત્રે એકલી છે કે પછી મુશ્કેલીમાં છે તો તે ૧૮૧ નંબર ઉપર ફોન કરી ઓશકે છે. જેથી તેને ઘરે મૂકી જવાથી લઇને તેની મુશ્કેલીનું સમાધાન કરવાની જવાબદારી પોલીસ લે છે.
નડિયાદમાં માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી


















Recent Comments