fbpx
અમરેલી

બાબરામાં બી આર સી ભવન ખાતે લાઠી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલનની બેઠક યોજાઇધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

બાબરામાં બી આર સી ભવન ખાતે તાલુકા સંકલનની બેઠક લાઠી પ્રાંત અધિકારી ગૌતમ ઉત્સવના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ પી.આઈ ઝાલા સહિત અન્ય વિભાગની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા  દર મહિને મળતી તાલુકા સંકલની બેઠકમાં લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ ધારાસભ્ય મારફત અથવા તો સીધી બેઠકમાં રજૂ કરતા હોય છે જેનો ઉકેલ અધિકારીઓ સ્થળપર કરી આપતા હોય છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે આચાર સહિતા લાગુ હોવાથી ચાર મહિને સંકલની બેઠક મળતા લોક પ્રશ્નોનો ઢગલો જોવા મળ્યો હતો  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રોડ રસ્તા,પાણી,જમીન તેમજ આવાસ સંબંધિત ૭૦ જેટલા પ્રશ્નો રજૂ કરી ઉકેલ લાવ્યા હતા

Follow Me:

Related Posts