રાષ્ટ્રીય

પંજાબના પૂર્વ સીએમ અમરિંદરસિંહ કોરોના પોઝીટીવ

પંજાબમાં આ વખતે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રેલીઓ અને સભાઓમાં ભાગ લઇ રહ્યા હતા. તેને લીધે હવે તેમની સાથે સંપર્કમાં આવેલા નેતાઓનું પણ કોન્ટેક્ટ ટ્રેસીંગ શરૂ કરવામાં આવ્યું છે. પંજાબમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૫૯૩ નવા કેસ સામે આવ્યા છે તો સાથે સાથે ૯ લોકોના મોત થયા છે. પંજાબમાં સંક્રમણ દર ૧૮.૬ થઇ ગયો છે અને દર પાંચમો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવી રહ્યો છે. કોરોના સતત વધી રહેલા કેસને લીધે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રેલીઓમાં ભીડ ને રોકવી ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર માટે સરળ નહીં હોય.પંજાબમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે વધુને વધુ તેજ થઇ રહી છે. સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. આ કડીમાં હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ જાેડાઈ ગયું છે. આજે બુધવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક અઠવાડિયા પહેલા તેમના પત્ની અને સાંસદ પરનીત કૌર પણ પોઝિટિવ આવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું છે, ‘હું કોરોના પોઝીટીવ આવ્યો છું, મને સામાન્ય લક્ષણો છે. હું સ્વયં આઇસોલેટ થયો છું. મારી તમામને વિનંતી છે કે મારી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

Related Posts