ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘એવા રે મળેલા મનના મેળ’ કાર્યક્રમ યોજાશે
ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘એવા રે મળેલા મનના મેળ’ કાર્યક્રમ તા. ૧૩-૨-૨૦૨૨, રવિવાર સાંજે ૫.૦૦ કલાકે એચ. કે. હોલ, અમદાવાદ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સર્જકબેલડી એમની કલા પ્રસ્તુતિ સાહિત્ય, સંગીત અને નાટકના ત્રિવેણી સંગમમાં પ્રસ્તુત કરશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ હશે. સાહિત્ય રસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમપર્વની પૂર્વસંધ્યાએ યોજાતા આ કાર્યક્રમમાં જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લ- નયના જાની, કૃષ્ણકાન્ત ઉનડકટ-જ્યોતિ ઉનડકટ, કમલ જોશી-દેવાંગી જોશી, અમીપ પ્રજાપતિ-આશિતા પ્રજાપતિ પ્રસ્તુતિ કરશે.
Recent Comments