જૂનામાં ખરીદેલી સાઇકલ ચલાવવા બંને પુત્રોએ જીદ પકડી હતી, ત્યારે પિતા સિવિલના ટ્રોમા સેન્ટર સામેના મેદાનમાં લઈ ગયા હતા. માતા પણ સાથે જવાની હતી, પણ ઘરે સાસુ એકલાં હોવાથી નહોતી ગઈ. એ જ વખતે શહેરમાં બોમ્બબ્લાસ્ટ થયા છે. થોડીક વારમાં અસારવામાં પણ મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો. એ સમયે સોસાયટીના એક પાડોશી ઘરે આવ્યા અને કહ્યું, સિવિલમાં બ્લાસ્ટ થયો છે, એમાં દુષ્યંતભાઈ અને તમારા બંને દીકરાને ઇજા થઈ છે એટલે તમે હોસ્પિટલ ચાલો.’ બસ, આટલી વાત કરતાં ગળે ડૂમો બાઝી ગયો.’ શહેરમાં બીજી જગ્યાઓએ પણ બોમ્બબ્લાસ્ટ થયા છે અને ત્યાંથી લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ લવાઈ રહ્યા હતા ત્યારે દુષ્યંતભાઈ બંને દીકરાને ટ્રોમા સેન્ટર પાસેના ઝાડ પાસે ઊભા રાખી ઘાયલ દર્દીઓની મદદ કરવા પહોંચ્યા હતા, એટલામાં ત્યાં પણ બ્લાસ્ટ થયો હતો.
માતા સિવિલ પહોંચી ત્યારે ટ્રોમા સેન્ટરમાં એટલી ભીડ હતી કે પતિ અને રોહનનો કલાકો સુધી કોઈ પતો મળ્યો નહોતો. કલાકથી વધુ સમય થઈ ગયા પછી યશ મળ્યો, તેના શરીરના ભાગે ખૂબ ઈજા થયેલી હતી. રાત્રે પતિના મૃત્યુના સમાચાર આવતાં માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. પાંચ દિવસ પછી પતિનું બેસણું હતું, એ દિવસે રોહનના મૃત્યુના સમાચાર આવ્યા હતા અને ડૉક્ટરોએ યશનું પણ બચવું મુશ્કેલ હોવાનું કહી દીધું હતું. એ વખતે સ્થાનિક આગેવાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતા યશને અપોલો હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં યશ રોજ એક જ સવાલ કરતો કે કેમ પપ્પા અને ભઈલો મને મળવા નથી આવતા? ત્યારે માતા રોજ એક જ આશ્વાસન આપતી હતી કે પપ્પા અને ભઈલાની સારવાર ચાલી રહી છે, માટે તેઓ આવી શકતા નથી.
આજે પણ યશ કહે છે, સાઇકલ ચલાવવાની જીદ ન કરી હોત તો પપ્પા અને ભઈલો જીવતા હોત.’ સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં દુષ્યંતભાઈ પટાવાળા તરીકે નોકરી કરતા હતા. બોમ્બબ્લાસ્ટમાં તેમનું મૃત્યુ નીપજતાં ૨૦૦૯માં સરકારે ગીતાબેનને વારસદારમાં નોકરી આપી હતી. પહેલા કોન્ટ્રેક્ટ પર રાખ્યા બાદ તેમને કાયમી કરવામાં આવ્યાં હતાં. ભાજપ અને કોંગ્રેસ તરફથી ગીતાબેનને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય મળી હતી. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓએ પણ આર્થિક સહાય પૂરી પાડી હતી.
Recent Comments