સુરતમાં બીઆરટીએસ રૂટ પરથી રોડ ક્રોસ કરતી ત્રણ પૈકી બે વિદ્યાર્થિનીઓને બીઆરટીએસ બસે અડફેટે લેતા એકને ગંભીર ઇજા થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. રોડ ઉપર ફંગોળાયેલી વિદ્યાર્થીને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાઈ હતી. વિદ્યાર્થિનીને ઉડાવી બસનો ડ્રાઇવર બસ લઈ ભાગી જતા વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળ્યો છે. સાથી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે ઘટના લગભગ ૧૦ વાગ્યાના અરસામાં બની હતી.
અમે બધી બહેનપણીઓ હોસ્ટેલથી યુનિવર્સિટીમાં પોતાના ડિપાર્ટમેન્ટમાં જઇ રહ્યા હતા. બધા કેમેસ્ટ્રી માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થી છે. રોડ ક્રોસ કરતી વખતે રોંગ સાઇડ ઉપર બેફામ ભગાવતા બીઆરટીએસના બસના ચાલકે વિદ્યાર્થીઓને જાેયા બાદ પણ ટક્કર મારતા ખ્યાતિ અને પ્રિયંકા અડફેટે ચડી હતી. જાેકે ખ્યાતિને નોર્મલ અને પ્રિયંકાને ગંભીર ઇજા થયા બાદ રોડ ઉપર ફેંકાય ગઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ બસનો ચાલક બસ લઈ ભાગી ગયો હતો. ઘટનાને નજરે જાેનાર બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક ૧૦૮ને જાણ કરી ખ્યાતિ અને પ્રિયંકાને સારવાર માટે સાથી વિદ્યાર્થિનીઓ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં પ્રિયંકાને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઇ છે. ઘટનાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓએ માગ કરી છે.
Recent Comments