ભગવાન શનિદેવના દુષ્ટ પ્રકોપથી બચવા માટે કરો આ 5 ઉપાય, ઝડપથી થશે ભાગ્યોદય…..
દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે શનિદેવના પ્રકોપથી બચવા માટે શું કરી શકાઈ….
જો તમે તમારી કુંડળીમાં શનિદોષથી પીડિત છો. તો તેના માટે તમે તમારા ઘરના એક વાસણમાં સરસવનું તેલ નાખો અને તેમાં તમારો ચહેરો જોવાનો પ્રયાસ કરો. જો તમે આ પ્રક્રિયા કરો છો તો તમને શનિદોષમાંથી મુક્તિ મળશે અને સાથે જ તમને જીવનમાં ઘણી નવી તકો અને સમૃદ્ધિ મળશે કારણ કે જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ નથી તે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે અને તેના જીવનમાં પ્રગતિ થાય છે.
જો તમે તમારી કુંડળીમાં ભગવાન શનિના દોષથી ખૂબ જ પરેશાન છો. તો તેના માટે તમારે શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને તેને જળ અર્પણ કરવું જોઈએ. જેથી શનિદોષમાંથી છુટકારો મળશે.
આ સિવાય તમારે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઈએ. જેથી કરીને તમને શનિદેવના દોષમાંથી મુક્તિ મળે કારણ કે ભગવાન શનિદેવ ભગવાન શંકરથી ખૂબ જ ડરે છે.
જો તમે તમારી કુંડળીમાં ભગવાન શનિદેવના દોષોથી ખૂબ જ પરેશાન છો, તો તેના માટે તમારે શનિવારે ભગવાન શનિદેવની પૂજા નિયમ કરવી જોઈએ.
આ સિવાય થાળીમાં કપૂર રાખીને તેમની આરતી કરો. તો આનાથી તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સાથે જ તમારી કુંડળીમાંથી ભગવાન શનિદેવના દોષ દૂર થઈ જશે
Recent Comments