fbpx
રાષ્ટ્રીય

હોઠ પરના વાળ દૂર કરી દો આ ટિપ્સથી, નહિં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

અનેક છોકરીઓને હોઠ પર વાળ આવતા હોય છે. હોંઠ પરના વાળ દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. જો કે હોઠ પરના વાળ દૂર કરવા માટે અનેક છોકરીઓ અનેક જાતની ટ્રિટમેન્ટ કરાવતી હોય છે, તેમ છતાં આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકતી નથી. આમ, જો તમે પણ હોઠ પરના વાળને દૂર કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે.

હેર રિમુવરનો ઉપયોગ કરો

હોઠ પરના વાળ દૂર કરવા માટે તમે હેર રિમુવરનો પણ ઉપયોગ કરી શકો છો. હેર રિમુવર પછી તમે કોઇ સારી ક્રીમ લગાવી દો જેથી કરીને ફોલ્લીઓ ના થાય.

બીટ અને ગાજરનો જ્યૂસ

અનેક લોકો અજાણ છે કે હોઠ પરના વાળ દૂર કરવા માટે બીજ અને ગાજર અક્સીર ઉપાય છે.  આ માટે બીટ અને ગાજરનો જ્યૂસ તાજા દૂધ સાથે મિક્સ કરો અને પછી એની સ્મુધ પેસ્ટ બનાવી લો. આ સ્મુધ પેસ્ટને હોઠ પર સ્ક્રબની જેમ ઘસો. 10 મિનિટ આ પ્રોસેસ કરવાની રહેશે. જો તમે રેગ્યુલર આ ઉપાય કરશો તો તમારા હોઠ પરના વાળ દૂર થઇ જશે.

મધ અને હળદર

હોઠ પરના વાળ દૂર કરવા માટે તમે મધ અને હળદરનો ઉપયોગ કરી શકો છો. મધમાં અનેક ગુણો એવા છે જે સ્કિનની અનેક સમસ્યાઓને ચપટીમાં દૂર કરી દે છે. આ પ્રયોગ કરવા માટે તમારે એક ચમચી મધ અને અડધી ચમચી હળદર લેવાની રહેશે. ત્યારબાદ આ પેસ્ટને સ્ક્રબની જેમ ઘસો અને 10 મિનિટ પછી મોં ધોઇ લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં 4 થી 5 કરવાની રહેશે. હળદરથી તમારી સ્કિન ગ્લો પણ કરે છે.

આમ, જો તમે હોઠ પરના વાળ રિમુવ કરવા માટે બ્લીચનો ઉપયોગ કરો છો તો તમારે આ આદતને બદલવી જોઇએ. હોઠ પર બ્લીચ કરવાથી સ્કિનને નુકસાન થાય છે. આ માટે તમે જ્યારે થ્રેડિંગ કરાવો છો તો કોઇ એક્સપર્ટ પાસે કરાવો જેથી કરીને સ્કિનને કોઇ પ્રોબ્લેમ્સ ના થાય.

Follow Me:

Related Posts