fbpx
ભાવનગર

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની મુલાકાતે ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ

ઉમરાળા ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની મુલાકાતે ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ લાખો લોકોના આસ્થાના પ્રતિક સમાન અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમજ અનેક વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત થયા છે એવા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ માં આધસ્થાપક પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ તદ્ન નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી (જી.ભાવનગ૨) ની ખાસ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં.

તેઓશ્રીનું હોસ્પિટલના મંત્રી-બી.એલ.રાજપરા અને ખજાનચી-લવજીભાઈ નાકરાણી દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ‘જીવનચરિતામૃત’ ગ્રંથ, પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓની સાથે ખોડલધામ ટ્રસ્ટીશ્રી રમેશભાઈ મેંદપરા (ભાવનગ૨) અને ટ્રસ્ટીશ્રી બકુલભાઈ સોરઠીયા (૨ાજકોટ) આવ્યા હતા.તેઓએ હોસ્પિટલમાં ચાલતા તમામ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ ભોજન પ્રસાદ અહીજ ગ્રહણ કરીને ખુબજ પ્રભાવિત થઇને પ્રસન્નતા વ્યકત કરી હતી તેમજ હોસ્પિટલને કાયમી ઉપયોગી થવાની તત્પરતા વ્યકત કરી હતી. હોસ્પિટલમાં ડોકટ૨ મિત્રો તેમજ તમામ સ્ટાફનાં ભાઈઓ-બહેનોને આ સેવાકાર્યમાં જોડાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts