માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવનાં પ્રસંગે સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રીયકક્ષાનાં મેળાના સમાપન સમારોહમાં રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં અને તેમણે કુતિયાણાનાં યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા સાથે મેળાની મુલાકાત લીધી હતી. ઘેડ પંથકનાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઠાકોરજીનાં દર્શન કર્યા હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતનાં રાજકીય મહાનુભાવો મેળામાં પહોંચ્યા હતાં. જેને પગલે લોકોની ભીડ એકત્રીત થઇ ગઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતનાં મહાનુભાવોએ મેળામાં ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ ઘેડ પંથકની સંસ્કૃતિ અને આ વિસ્તારનાં લોકોની પરંપરા વિષે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને માહિતગાર કર્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે સ્વ.સરમણભાઇ મુંજાભાઇ જાડેજા અને સ્વ.સંતોકબેન જાડેજાનો વર્ષોથી આદરભાવ રહયો છે. માતા-પિતાની પરંપરાને કાંધલભાઇ જાડેજાએ જાળવી રાખી છે. આ વિસ્તારનાં સુખ દુ:ખમાં હંમેશા સ્વ.સંતોકબેનનો પરિવાર સાથે રહયો છે. ધારાસભ્ય કાંધલ જાડેજા મુખ્યમંત્રી સાથે સતત મેળામાં રહયાં હતાં. આ ઉપરાંત ચાર દિવસનાં રાષ્ટ્રીય મેળામાં પણ સતત હાજરી જોવા મળી હતી. મુખ્યમંત્રી સાથે તેમજ ભાજપનાં ટોચનાં નેતાઓ સાથે કાંધલ જાડેજાનાં નજીકનાં સંબંધો છે. ળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવદ સહિતનાં રાજકીય મહાનુભાવો મહેમાન બન્યાં હતાં. આ મહેમાનોને કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાનો મલક હોવાથી આવકાર્યા હતાં. ભાજપનાં ટોચનાં નેતાઓ સાથે કાંધલ જાડેજાનો નજીકનો સંબંધ છે તે આ મેળામાં સામે આવ્યું છે. મેળાનાં સમાપન સમારોહ સમયે મેળાની મુલાકાત પુર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાંધલ જાડેજાને સાથે રાખીને ઠાકોરજીનાં દર્શન કર્યા હતાં. ત્યારબાદ કાંધલ જાડેજાને મુખ્યમંત્રીએ પોતાની કારમાં બેસાડયા હતાં અને ત્યારબાદ આ બંને મહાનુભાવોએ સાથે મેળાની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રીયકક્ષાના મેળાનાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજાને સાથે રાખી મેળાની મજા માણી: આ બંને મહાનુભાવોએ મેળાની જનમેદનીનું અભિવાદન જીલ્યું


















Recent Comments