ગુજરાત

ખેડા જિલ્લામાં ૪ લાખથી વધુ લોહીના નમુના સામે માત્ર ૪ કેસ મલેરીયાના નોંધાયા

નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં “વિશ્વ મેલેરીયા દિવસ”ની ઊજવણી કરવામાં આવી છે. ખેડા જિલ્લા આરોગ્યના સમગ્ર તંત્ર ધ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સેટકોમ કાર્યક્રમ ધ્વારા મેલેરીયા એલીમીનેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ મેલેરીયા દિવસ-૨૦૨૨ની થીમ વૈશ્વિક મેલેરીયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧માં સમગ્ર ખેડા જિલ્લામાં મેલેરીયા પરિક્ષણ માટે ૪ લાખ ૮૪ હજાર ૯૬૪ લોહીના નમુના એકત્રિત કરી તપાસવામાં આવ્યા હતા. જેમાંથી માત્રને માત્ર ૪ મેલેરીયા પોઝીટીવ કેસ જાહેર થયેલ હતા. મેલેરીયા અટકાવવા માટે રાજય સરકાર તરફથી ૨૦૧૭થી ૨૦૨૧ પ્રાપ્ત થયેલ ૮૧ હજાર ૫૫૦ મચ્છરદાની જિલ્લાના સંવેદનશીલ ગામોમાં વિનામૂલ્યે ફાળવી આપવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૧દરમ્યાન જનસમુદાયની ૫૩ હજાર ૭૩૯ મચ્છરદાની દવાયુકત કરી આપવામાં આવેલ છે અને ૧૦ જળાશયોમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવેલ છે. દર સોમવારે સોર્સ રીડકશન દર ગુરુવારે ડ્રાય ડે અને દર શુક્રવારે એબેટ ડે ઉજવીને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે, જૂથ ચર્ચા – શિીર ધ્વારા જનસમુદાયને મચ્છર ઉત્પતિ ઘટાડવા તેમજ તાવ આવે તો અચુક લોહીની તપાસ કરાવવા માહિતી પુરી પાડવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા મેલેરીયા મુકત અભિયાન હેઠળ સહયોગ આપવા ખેડા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.કાળમૂખી કોરોનાને કારણે મેલેરીયા જેવા રોગો ઢંકાઈ ગયા છે. જાેકે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ મેલેરીયાના પરિક્ષણ માટે ગયા વર્ષે લાખોની સંખ્યામાં લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી માત્રને માત્ર ચાર કેસ મેલેરિયાના ગયા વર્ષે નીકળ્યા છે તેમ જિલ્લા આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.

Related Posts