ભ્રષ્ટાચારની નીતિ ક્યાંક દેખાઈ હોય તો તે સુરત છે? અમે નહિ કહેતા ,સુરતમાં દેખાઈ આવે છે
ગેરકાયદેસર બાંધકામની જયારે જયારે પણ વાત કરવામાં આવે ત્યારે ત્યારે આપણું તંત્ર શહેરની જનતા ને હમેશા યાદ આવે તેમાં કોઈ બે મત નથી. કારણકે સુરત ના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો થતાની ફરિયાદો અવાર નવાર ઉઠતી હોય છે અને જેમાં કેટલી જગ્યા એ ત્રણ માળની પરવાનગી મળતી હોય તો એની જગ્યા એ ૬ થી ૭ જેટલા માળ બાંધી દઈને ને બિલ્ડર અને આપણા ભ્રષ્ટ અધિકારીઓ ના મેળા પીપળામાં મસ્ત ગુલાબી રંગનું સેટિંગ કરી આવા અનેક બાંધકામો થઇ જતા હોય છે . ત્યારે આવુજ એક બાંધ કામ સુરતના વરાછા ઝોન એમાં આવેલ માતૃશક્તિ સોસાયટીમાં S.M.C દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી.જ્યાં વરાછા ઝોન એ માં માતૃશક્તિ નામની સોસાયટી આવેલ છે જ્યાં રેસિડેન્ટમાં વગર પરવાનગીનું કોમર્શિયલ બાંધકામ ઉપર સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.. જ્યાં આ બાંધ કામ જે બનતા બનતા અટકાવી દઈને તેને તોડી પડવાની કામગીરી સુરત S.M.C. દ્વારા કરવામાં આવી હતી. જ્યાં સુરતમાં આવા કેટલા બાંધ કમાઓ હજી પણ યથાવત છે તો ઘણા બધા બાંધકામો ધીમી ગતિ એ ધમધમી રહ્યા છે . ત્યારે આપણું સુરતનું તંત્ર એટલે સુરત મહાનગર પાલિકા તેના ઉપર પણ ડિમોલિશનની કામગીરી કરશે ? ખરી તેવા અનેક સવાલો અહી ઉભા થઇ રહ્યા છે.
Recent Comments