fbpx
અમરેલી

અમરેલી ખાતે ૧૯૨૩૫ મહિલાઓ, ૨૪૮ વૃધ્ધો અને ૧૮,૬૪૧ દર્દીઓએ સરકારશ્રીની જનલ્યાણકારી યોજનાઓની સહાય ચુકવાઇ

અમરેલી ખાતે ૧૯૨૩૫ મહિલાઓ, ૨૪૮ વૃધ્ધો અને ૧૮,૬૪૧ દર્દીઓએ સરકારશ્રીની જનલ્યાણકારી યોજનાઓની સહાય ચુકવાઇ

સરકારશ્રી દ્વારા રાજ્યની વિધવા મહિલાઓની આર્થિક ઉન્ન્તિ માટે અમલી બનાવાયેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૧૯૨૩૫ મહિલાઓને કુલ રૂ. ૫૫,૯૫,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ માસ જૂલાઈ-૨૧ થી એપ્રિલ-૨૨ દરમ્યાન કુલ ૪૪૭૬ લાભાર્થીઓની સહાય મંજુર કરવામાં આવી છે. અને તેઓને દર માસે રૂ ૧૨૫૦ની સહાય તેમના સ્વતંત્ર બેન્ક એકાઉન્ટ/ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. 

    સરકારશ્રી દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ જુલાઇ-ર૧ થી એપ્રિલ- ૨૨ સુધીમાં ૨૪૮ લાભાર્થીઓને પ્રતિમાસ ૭૫૦/- લખે કુલ રૂ. ૧,૮૬,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી હતી. દિવ્યાંગજન, બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન (વયવંદના યોજના) અંતર્ગત જૂલાઈ-૨૧ થી એપ્રિલ-૨૨ સુધીમાં કુલ ૧૬૬૬ લાભાર્થીઓને દર માસ રૂ. ૭૫૦/- લેખે કુલ રૂ. ૧૨૪૯૫૦૦ ની ચૂકવણી કરવામાં આવી હતી.રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત મુખ્ય ક્માનાર વ્યક્તિના મૃત્યુ પ્રસંગે રૂ. ૨૦,૦૦૦ સહાય જમા કરવામાં આવે છે. જે હેઠળ જુલાઇ-૨૧ થી એપ્રિલ-રર સુધીમાં કુલ  ૧૫૧ લાભાર્થીઓની કુલ રૂ, ૩૦,૨૦,૦૦૦ ના ખર્ચે સહાય આપવામાં આવી હતી. 
    ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી  છે. જે અંતર્ગત જુલાઇ-૨૧ થી એપ્રિલ-૨૨ સુધી કુલ  ૫,૦૦,૯૪૨ આયુષ્માન કાર્ડની નોંધણી કરવામાં આવી છે. તથા આ યોજના હેઠળ કુલ ૧૮,૬૪૧ જેટલા લાભાર્થીઓએ જુદી જુદી બીમારી સબબ સારવારનો લાભ લીધેલો છે. અને લાભાર્થીઓને જુલાઇ-૨૧ થી એપ્રિલ-૨૨ ના સમયગાળા દરમ્યાન સારવારના ખર્ચ પેટે કુલ રૂ. ૬૧,૬૮,૮૬,૮૨૬  ની ચુકવણી કરી રાજય સરકારે આરોગ્ય ક્ષેત્રે મોટી રકમની ચૂકવણી કરી છે. તેમ અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts