સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડ ખોડીયાર ચોક પાસે ગટરના નાળામાં એક નંદી ફસાઈ ગયો હતો સ્થળ ઉપર ત્યાં જયેશભાઈ કાણકીયા હતા તેને તાત્કાલિક સૂઝબુઝથી અન્ય લોકોને સાથે રાખી રસ્સીથી એ નંદીને નાળામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો અને જાણે કે નંદીની આંખમાંથી આંસુને ધારા વહેવા લાગી અને કૃતજ્ઞતાના ભાવથી આભાર માનવા લાગ્યો આ કાર્યમાં પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ જયેશભાઈ કાણકીયા, જયદીપભાઇ ઝાલા ચંદ્રેશભાઇ તથા તુષારભાઈ જાદવ (દેવ)ની મદદથી નંદીનું રેસ્ક્યું થયું.
આ ઘટના સમયે ત્યાંના સ્થાનિક લોકોનો કહેવું છે કે ઘણા સમયથી નગરપાલિકાવાળા આ નાળા ઉપર જાળી કે ઉપર પથ્થર મુકેલ નથી જેથી અનેક વાહનો રાહદારીઓ તથા માલઢોર નાળામાં ફસાઈ જાય છે. મોટી જાન હાની ન થાય તો તે માટે નગરપાલિકાના સત્તાધિશોએ ત્યાં તાત્કાલિક જાળી મુકાવી જોઈએ તેવી ચર્ચા થતી હતી.
ચોમાસાનો સમય હોય વરસાદ પડે એટલે પાણી વહે એ પણ સ્વાભાવિક છે પરંતુ થોડી સતર્કતા લોકોને હાડમારીથી બચાવી પણ શકે છે.

















Recent Comments