આર ટી ઈ એક્ટ -૨૦૦૯ અન્વયે નબળા અનેવંચિત જૂથના ૮૬૩ બાળકોને ધો.૧ માં પ્રવેશ
—
આર ટી ઈ એક્ટ -૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧ માં પ્રવેશ આપવામાં આવે છે. મહત્વનું છે કે ગત તા. ૨૬ એપ્રિલ – ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં આશરે ૮૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
વધુમાં આર ટી ઈ હેઠળ જે વિદ્યાર્થીઓની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા પુન: પસંદગી કરવા તક આપવામાં આવી છે. વધુ વિગતો માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનો સંપર્ક કરવો.
Recent Comments