ગત રોજ ૨૪/૫/૨૨ ના રોજ લીલીયા સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા માર્ગ મકાન મંત્રી પૂરણેશ મોદી ને લીલીયા મોટા ખાતે નવુ સર્કિટ હાઉસ ફાળવવા બાબતે પત્ર પાઠવવામાં આવેલ જેમાં જણાવેલ કે લીલીયા મોટા ખાતે રેલવેનું સ્ટોપેઝ આપેલ છે સુરત થી મહુવા રેલવે ની દૈનિક ટ્રેન વ્યવહાર ચાલે છે આથી દુર-દુર થી આવતા લોકોને રોકાણ કરવા સાટુ મોટા લીલીયા ખાતે કોઈ સુવિધા ન હોવા ના કારણે લોકો ને ખૂબ જ મુશ્કેલી પડે છે આથી લોકો ને પડતી મુશ્કેલી દૂર થાય તે હેતુ થી માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા મોટા લીલીયા ખાતે સર્કિટ હાઉસ ફાળવવા માં આવે તો લોકો ને પડતી મુશ્કેલી દૂર થઇ શકે તેમ છે તેમજ આ બાબતે સરકાર તાત્કાલિક માંગણી સંતોષે તેવી અપેક્ષા
લીલીયા મોટા નવા સર્કિટ હાઉસ માટે પ્રતાપ દુધાત દ્વારા રજુઆત કરાઈ





















Recent Comments