લગ્નમાં આનંદમાં આવી વરરાજા કરેલ ફાયરીંગમાં સેનાના એક જવાનનું મોત
લગ્ન સમારોહ દરમિયાન આનંદમાં આવી જાય છે વરરાજા પણ ઘણીવાર વરરાજાથી એવી કોઈ ઘટના બની જાય તેની સપનામાં પણ કોઈ પણ પ્રકારની વિચાર જ ના આવી શકે કે આવું પણ કોઈ કરી શકે ખરા. યુપીના સોનભદ્રમાં મંગળવારની રાત્રે લગ્ન સમારોહ દરમિયાન આનંદમાં વરરાજા દ્વારા કરવામાં આવેલ ફાયરીંગમાં સેનાના એક જવાનનું મોત નીપજ્યું હતું. આ કેસમાં બુધવારે પોલીસે આરોપી વરરાજાની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વરરાજા મનીષ માધેશિયાએ જ પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો અને તેના મિત્રનું ગોળી વાગવાથી મોત થયું હતું. બાબુલાલ યાદવ આર્મીમેન હતા. જે પિસ્તોલમાંથી ગોળી ચલાવવામાં આવી હતી તે બાબુલાલની જ હતી. ફૌજી બાબુલાલ યાદવ મંગળવારે તેના મિત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે રોબર્ટસગંજ કોતવાલી વિસ્તારના બ્રહ્મનગર સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન વરરાજા દ્વાહરા ફાયરિંગ દરમિયાન તેને ગોળી વાગી હતી. ઘટનાસ્થળે હાજર લોકો તેને ઈજાગ્રસ્ત હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ગોળી વાગવાથી લગ્નની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ. લગ્ન સમારોહ દરમિયાન ફાયરિંગમાં આર્મી જવાન બાબુલાલનું મોત થતાં પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. તો, આ ઘટના બાદ પરિવારની હાલત કફોડી છે. મૃતક બાબુલાલ સમગ્ર પરિવારનો આધાર હતો. પોલીસ અધિક્ષક અમરેન્દ્ર પ્રસાદ સિંહે જણાવ્યું કે, મંગળવારે રોબર્ટસગંજ કોતવાલી વિસ્તારના આશીર્વાદ લેનમાં લગ્ન સમારોહ હતો. સૈનિકના પરિવાર તરફથી હત્યાની ફરિયાદ મળી છે. તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વરરાજા મનીષ માધેશિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેના પાસેથી ઘટનામાં વપરાયેલી પિસ્તોલ મળી આવી છે.
Recent Comments