અમરેલી

મનોરોગીઓનાં જીવનમાં ધ્વનિ થેરાપી કેટલી સફળ થાય છે. એ વાત સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુએ  સિધ્ધ કરી બતાવી

સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે અનેક મનોરોગી મહિલાઓનું આશ્રયસ્થાન છે. સાવરકુંડલા શહેરમા આવેલ આ માનવમંદિરના સંત પૂ.ભક્તિરામબાપુ પણ આ સંસ્થાની દેખભાળ પૂરા ખંતથી ઘરની જેમ કરે છે. આમ તો પૂ.ભક્તિરામબાપુ પણ ભારતીય સંસ્કૃતિનાં ઊંડા અભ્યાસુ છે એટલે ભારતીય પરંપરામાં નાદનું મહત્વ ખૂબ સારી રીતે સમજે છે. પૂ. ભક્તિરામબાપુએ આ મનોરોગી મહિલાની સ્વાસ્થ્ય સુખાકારી માટે ભારે ચિંતિત પણ છે. હાલ આ માનવમંદિરમાં એક મોટો ઘંટ આવેલો છે. લોકો પણ આ વ્યવસ્થા જોઈને ઘણીવખત આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ આ ઘંટનો નાદ પણ સર્વ માટે પોઝીટીવ વાઇબ્રેશન ઉત્પન્ન કરતો જોવા મળે છે. અને અહીં મનોરોગી બહેનો પણ આ ઘંટને શરૂઆતમાં કૂતુહલથી વગાડતી જોવા મળતી. પરંતુ ધીમે ધીમે એ ઘંટનાદ કરવાનું સ્વાભાવિક થઈ ગયું અને આ નાદથી પણ મનોરોગી મહિલાઓનાં મનને એક પોઝીટીવ ઊર્જા પ્રાપ્ત થતી હોય તેવું લાગ્યું. પછી તો આ ભક્તિરામબાપુએ ભોજન સમયે પણ સંગીત ધ્વનિનો પ્રયોગ કર્યો અને તેના સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યાં.. આમ માનવમંદિર ખાતે એ નયનરમ્ય પ્રકૃતિની ગોદમાં ઘંટનાદનો એ ધ્વનિ પણ અહીં પધારતાં મહેમાનોને પણ માનસિક શાંતિનો પરમ અનુભવ કરાવતો જોવા મળેલ. આ સંદર્ભે પૂ. ભક્તિરામબાપુ નાદ વિશે સ્પષ્ટ જણાવે છે કે નાદ એ જ બ્રહ્મનું એક સ્વરૂપ છે અને નાદનો કદી વિલય થતો નથી તે અહર્નિશ બ્રહ્માંડમાં ધ્વનિત થતો રહે છે. પ્રાચીન યુગમાં મંત્રોચ્ચાર એ પણ નાદનું જ આવર્તન છે. આમ નાદનો આવો અનોખો પ્રયોગ માનવમંદિર દ્વારા કરવામાં આવે છે અને આ ધ્વનિ નાદની સકારાત્મક અસરો મનોરોગી બહેનો પર પણ અવશ્ય થાય છે અને આ નાદ સંગીત થેરાપી દ્વારા પણ મનોરોગી બહેનો પણ થોડી માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરે છે એવું પૂ. ભક્તિરામ બાપુનું સ્પષ્ટ માનવું છેઆ માનવમંદિરમાંથી ૧૦૪ જેટલી મનોરોગી બહેનો સ્વસ્થ થઈ ફરી પોતાના સામાજિક જીવનમાં ઓતપ્રોત પણ થઈ છે. પૂ. ભક્તિરામ બાપુ હાલ એક માતૃત્વ અને પિતૃત્વની સંયોજિત હૂંફ અને સ્નેહ દ્વારા મનોરોગી બહેનોની સારસંભાળ અને જતન કરે છે. પૂ. ભક્તિરામબાપુ આ સેવાર્થે થતાં માનવસેવાનાં કાર્યો માટે કોઈ પણ પાસે દાન માટે હાથ લાંબો નથી કરતાં પરંતુ અહીં પ્રત્યક્ષ પ્રમાણ જોઈને દાતાશ્રીઓ સ્યંમ પોતાનું અનુદાન આપે છે. હાલ આ સંસ્થામાં વાવાઝોડા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલ ભોજનાલયના નવેસરથી ઈમારતનું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે અને દાતાશ્રીઓનો સહયોગ આ કાર્યમાં મળતો રહે છે. આપનું અનુદાન આ સેવાયજ્ઞમાં ખરેખર પુણ્યના ભાથા સમાન હોય શકે..

Related Posts