fbpx
ગુજરાત

સમસ્ત મહાજન દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવાનું આયોજન

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યના પંચમહાલ- બોડેલીનાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તાર જ્યાં એક દિવસમાં 22 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યાં તેમજ વાપી અને વલસાડનાં અસરગ્રસ્ત વિસ્તારમા રહેતા લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયું હતું. આ લોકોને ખોરાકની સુવિધા મળી રહે તે હેતુથી ત્યાં રસોડાઓ શરૂ કરવામાં આવ્યા છે. સમસ્ત મહાજન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફૂડ પેકેટમાં દહીમાં બનાવેલા થેપલા, સુખડી, ખાખરા અને ચેવડો જેવી વસ્તુઓ આપવાનું આયોજન છે. આગળનાં સમયમાં રાશન કીટ, વાસણ, કપડાં પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે. સમસ્ત મહાજન દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના લોકોને મદદ કરવા અપીલ કરવામાં આવી છે. સમસ્ત મહાજનને દાન મોકલવા માટે આપનો ચેક ‘સમસ્ત મહાજન’, ના નામનો લખવો.

સરનામું : સમસ્ત મહાજન, ૪૦૯, પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ ૪, ઈમેઇલ: samastmahajan9@gmail.com / www.samastmahajan.org

સમસ્ત મહાજનની બેન્કની વિગતો : HDFC BANK

BRANCH : CRAWFORD MRKET

Current A/C NO: 00602320006521

IFSC CODE: HDFC0000143

આ અંગેની વિશેષ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), દેવેન્દ્રભાઈ જૈન (મો. 9825129111) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts