અમરેલી

દામનગર પોલીસ સ્ટેશન રાત્રી ઘરફોડ ચોરીના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દામનગર પોલીસ સ્ટેશનની ટીમ

પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી , મહત્તમ પેટ્રોલીંગ ફરી , આવી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી દામનગર પો.સ્ટે . ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામા આવેલ .

જે અંતર્ગત દામનગર પો.સ્ટે . વિસ્તારમાં ગત તા .૦૯ / ૦૬ / ર ૦૨૧ ના રાત્રી ના આશરે સાડા અગીયારથી સવારના પાંચ વાગ્યા દરમ્યાન દામનગર ગામે આવેલ સાગર ટ્રીડીંગ કુ.ગોડાઉનની ઓફીસની બીલ્ડીંગના દરવાજા તથા રૂમના દરવાજાના તાળા તથા કાચ તોડી ગે.કા. રીતે અંદર પ્રવેશ કરી ઓફીસ તથા બેડરૂમમાં ટેબલ તથા બેડનો સામાન વેરવિખેર કરી સેમસંગ મોબાઇલની ચોરી કરેલ તેમજ દામનગર સ્વામી નારાયણ ગુરૂકુળમાં તથા અલખઘણી ગૌશાળામાં ચોરીનો પ્રયાસ કરેલ હોય જે અંગે દામનગર પો.સ્ટે . A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૧૦૨૯૬/૨૦૨૧ IPC કલમ -૪૫૭૩૮૦૫૧૧૧૧૪ મુજબનો રજી . થયેલ જે ગુન્હામાં એક આરોપી અગાઉ પકડી પાડવામાં આવેલ જે આરોપીને ગુન્હો કરવામાં મદદ કરનાર અને સહ આરોપીનું નામ ખુલેલ હોય જે આરોપી છેલ્લા એકાદ વર્ષથી પોતાની કાયદેસરની ધસ્પકડ ટાળી નાસતો કરતો રહેલ હોય જેથી બાતમી હકિકત આધારે તપાસ કરાવતા અમદાવાદ શહેરના વાડજ પો.સ્ટે.ના ચોરીના ગુન્હામાં સાબરમતી જેલમાં હોય જેનો તાત્કાલીક કબ્જે મેળવી સદરહું ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે .

ગુન્હમાં અગાઉ પકડાયેલ આરોપીઓની વિગત : શૈલેષભાઇ જવસીંગભાઇ ડામોર ઉ.વ .૨૭ ધંધો મજુરી રહે.બોટાદ સાળંગપુર રોડ કાપલીધાર તા.જી.બોટાદ મુળ રહેવજેલાવ ગામ ભુતવડ ફળીયું તા.ગરબાડા જી.દાહોદ

નાસતા ફરતા પકડાયેલ આરોપીઓની વિગત * સુરમલભાઇ સ / ઓ રત્નાભાઇ ઉર્ફે રતનભાઇ ટીણીયાભાઇ બારીયા ઉ.વ .૨૨ ધંધો.મજુરી રહેછરછોડા , બારીયા કળીચું તા.ગરબાડા જી.દાહોદ ,

આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓ સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આરછોવાળા નાઓ તથા દામનગર પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts