બોલિવૂડ

જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથે કર્યા લગ્ન

એક્ટ્રેસ-સિંગર જેનિફર લોપેઝએ એક્ટર બેન એફ્લેક સાથે લગ્ન કરી લીધા છે. ૫૨ વર્ષની જેનિફર છેલ્લા ૨૦ વર્ષથી ૪૯ વર્ષના બેનની સાથે રિલેશનશિપમાં હતી. બંનેએ અમેરિકાના લાસ વેગાસમાં લગ્ન કર્યા. જાે કે બંનેએ લાંબા સમય સુધી બ્રેકઅપ કરી લીધું હતું અને ગયા વર્ષે ફરીથી રિલેશનશિપમાં આવ્યા હતા. એટલું જ નહીં જેએલઓના નામથી લોકપ્રિય જેનિફરે પણ પોતાનું નામ બદલી જેનિફર એફ્લેક કરી લીધું છે. કપલે ૨૦૦૨માં સગાઈ કરી હતી, પરંતુ લગભગ એક વર્ષ પછી સગાઈ તોડી દીધી હતી. તેના પછી જેનિફર લોપેઝ અને બેન એફ્લેક બંને અલગ થઈ ગયા અને બંનેએ કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા અને તેમને બાળકો પણ છે.

બંને ગયા વર્ષે ફરી એક વખત મળ્યા અને એપ્રિલમાં ફરીથી સગાઈ કરી. જેનિફરના નજીકના મિત્ર હેર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટાઉને ઈન્સ્ટાગ્રામ પર તેના બ્રાઈડલ લુકની એક ઝલક શેર કરી. ક્રિસ એપલટાઉને સોશિયલ મીડિયા પર વેડિંગ ગાઉનમાં જેનિફર લોપેજનો ગોળ ફરતો એક વીડિયો શેર કર્યો અને લખ્યું “લગ્ન પહેલાની છેલ્લી મિનિટની ફીલિંગ્સ…” વીડિયોમાં ક્રિસ જેનિફરને પૂછે છે કે તે કેવું મહેસૂસ કરી રહી છે, જેના પર તે જવાબ આપે છે, “હું અમેઝિંગ મહેસૂસ કરી રહી છું. ” જેનિફર લોપેજે ડ્રેસ વિશે વાતા કરતા જણાવ્યું કે, મેં તેને સાચવીને રાખ્યો હતો અને હવે હું તેને મારા લગ્નના દિવસે પહેરી રહી છું.

પીપલ મેગેઝીનના રિપોર્ટ પ્રમાણે, જેનિફર અને બેને એક ન્યૂઝપેપરમાં પોતાના લગ્નની જાહેરાત કરી, જેના અનુસાર, આ કપલને નેવાડામાં લગ્નનું લાયસન્સ મળ્યું અને બંનેએ શનિવારે મોડી રાત્રે એક ચેપલમાં લગ્ન કર્યા. ધ લોસ એન્જલ્સ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, જેનિફર લોપેઝે ન્યૂઝલેટરમાં લખ્યું, પ્રેમ સુંદર છે. પ્રેમ દયાળુ છે અને તે પણ જાણવા મળ્યું કે પ્રેમ ધીરજવાન છે. ૨૦ વર્ષની ધીરજ. તે પણ એવી જ રીતે જે રીતે અમે ઈચ્છતા હતા. જેનિફરે પોતાને ‘મિસિસ જેનિફર લિન એફ્લેક’ કહીને સંબોધિત કરી. બંનેને ૧૬ જુલાઈના રોજ ક્લાર્ક કાઉન્ટીમાંથી મેરેજનું લાયસન્સ મળ્યું.

Related Posts