fbpx
અમરેલી

રાજુલા વાવેરા રોડ,તત્વ જયોતિ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૬,૭૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પાટડી રાજુલા સર્વેલન્સ ટીમ

રાજુલા વાવેરા રોડ,તત્વ જયોતિ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૬,૭૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

      મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક   હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્‍લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમે રાજુલા વાવેરા રોડ,તત્વ જયોતિ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા કુલ-૦૭ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૬,૭૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

 પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) સુરેશભાઇ લાલજીભાઇ સોલંકી (૨) આસીફભાઇ ભીખુભાઇ કનોજીયા (૩) વીકીભાઇ ભીખાભાઇ સોલંકી (૪) મનોજભાઇ ધીરૂભાઇ ચૌહાણ (૫) અમીરખાન યુનુસખાન પઠાણ (૬) સાગરભાઇ જગુભાઇ માળી (૭) રોહીતભાઇ ધીરૂભાઇ સોલંકી રહે.તમામ રાજુલા જિ.અમરેલી

 પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) જુબેરભાઇ સીદીભાઇ પઠાણ (૨) અજયભાઇ ભીમાભાઇ સોલંકી રહે.બન્ને રાજુલા જિ.અમરેલી

    આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા  ટાઉન બીટ ઇન્ચાર્જ  મુકેશભાઇ પરશોતમભાઇ તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ અજયભાઇ બીજલભાઇ જીંજાળાનાઓ દ્વારા કરવામાં આવેલ છે
Follow Me:

Related Posts