fbpx
અમરેલી

બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી કેબલ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની ચોરી કરનારને કુલ કિં.રૂ.૨૮,૫૦૦/- ના મદ્દુામાલ સાથે પકડી પાડતી અમરેલી એલસીબી

ગુન્હાની વિગતઃ ગઇ તા .૨૮ / ૦૬ / ૨૦૨૨ ના રાત્રિના કલાક ૧૧/૦૦ થી તા .૨૯ / ૦૬ / ૨૦૨૨ ના સવારના કલાક ૬/૦૦ દરમ્યાન બાબરા તાલુકાના સુખપુર – સુકવડા ચોકડી પર આવેલ માન્યતા એન્ટરપ્રાઇઝની સાઇટ પરથી જનરેટરનો કેબલ આશરે ૪૦ ફુટ કિં. રૂ .૧૦૦૦ / – નો તથા મજુરોના અલગ – અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ -૮ કિં.રૂ .૧૯૫૦૦ / – તથા રોકડા રૂ .૫૦૦૦ / – મળી કુલ કિં.રૂ .૨૫૫૦૦ / – ની ચોરી થયેલ હોય જે અંગે બાબરા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૬૦૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૪૭ ૪૫૪ ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી . થયેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમ બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું .

ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમ્યાન બાબરા બસ સ્ટેશન પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેને ચેક કરતાં તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ તે પૈકીનો મુદ્દામાલ મળી આવતાં પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપી – વિક્રમ ઉર્ફે વિજય ધીરૂભાઇ સોલંકી ( ચારોલીયા ) , ઉં.વ .૨૩ , રહે.હાલ ગોંડલ , આશાપુરા ચોકડી , તા.ગોંડલ , જિ.રાજકોટ મુળ રહે.વાસાવડ , તા.ગોંડલ , જિ.રાજકોટ

પકડાયેલ મુદ્દામાલઃ જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ -૬ , કિં.રૂ .૨૬,૦૦૦ / – તથા રોકડા રૂ .૨૫૦૦ / – મળી કુલ કિં.રૂ .૨૮,૫૦૦ / – નો મુદ્દામાલ .

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી વિરૂધ્ધ જુનાગઢ , ભાવનગર , રાજકોટ ગ્રામ્ય તથા અમરેલી જિલ્લામાં નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે .

( ૧ ) બીલખા પો.સ્ટે . જિ . જુનાગઢ ફ . ગુ.ર.નં .૭ / ૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ . ( ૨ ) કેશોદ પો.સ્ટે . જિ . જુનાગઢ ફ . ગુ.ર.નં .૧૫૬ / ૧૫૬ / ૨૦૧૬ , ઇ.પી.કો.કલમ ૩૭૯ , ૧૧૪ મુજબ . ( ૩ ) કોટડા સાંગાણી પો.સ્ટે . જિ . રાજકોટ ફ . ગુ.ર.નં .૪૬ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ ( ૪ ) ઉમરાળા પો.સ્ટે . જિ . ભાવનગર ફ . ગુ.ર.નં .૩૩ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ , ( ૫ ) જસદણ પો.સ્ટે . જિ . રાજકોટ ફ . ગુ.ર.નં .૧૧૨ / ૨૦૧૬ , ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ . ( ૬ ) અમરેલી રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં. ૧૬/૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ . ( ૭ ) અમરેલી રૂરલ પો.સ્ટે . ફ . ગુ.ર.નં .૧૨ / ૨૦૧૪ , ઇ.પી.કો. કલમ ૩૭૯ , ૪૬૧ મુજબ .

પકડાયેલ આરોપી વંથલી પો.સ્ટે.ના ચોરીના ગુનામાં વોન્ટેડ હતો પકડાયેલ આરોપી જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૧૦૫૬૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુનો આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો અને તેને આ ગુનામાં અટક કરવાનો બાકી હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts