બોલિવૂડ

રેમ્પ વોક દરમિયાન દીપિકાએ રણવીરને કિસ કરી

રણવીર સિંહ અત્યારે પોતાના ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી માંડી ન્યૂઝ ચેનલ સુધી તેના આ ફોટોશૂટની ચર્ચા થઈ રહી છે. તેના માટે તે સતત ટ્રોલ પણ થઈ રહ્યો છે. આ ફોટોશૂટના કારણે તેના પર હ્લૈંઇ પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન રણવીર સિંહે મિજવાન ૨૦૨૨ ફેશન શોમાં ભાગ લીધો. જેની તસવીર સામે આવી અને તે ઝડપથી વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે મિજવાન ૨૦૨૨ ફેશન શોમાં રણવીર સિંહે પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણની સાથે રેમ્પ વોક કર્યું.

આ દરમિયાન રણવીર શાહી શેરવાની અને પાયજામામાં જાેવા મળ્યો હતો. મિજવાન ફેશન શોની શરૂઆત બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીના ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ સાથે મળીને કરી છે. આ વર્ષે મિજવાને પોતાના ૧૦ વર્ષ કમ્પ્લિટ કર્યા છે, આ પ્રસંગે રણવીર અને દીપિકાએ સાથે રેમ્પ વોક કર્યું. રણવીર સિંહ આ તસવીરોમાં સફેદ એમ્બ્રોઇડરીવાળી બ્લેક શેરવાની અને પાયજામામાં જાેવા મળ્યો જ્યારે તેની પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સફેદ અને ગોલ્ડન કલરના લહેંગામાં સુંદર લાગી રહી હતી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રેમ્પ વોક દરમિયાન એકબીજાનો હાથ પકડીને જાેવા મળ્યા હતા.

બંનેએ રોમેન્ટિક અંદાજમાં રેમ્પ વોક કર્યું હતું. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આઉટફિટ પહેર્યા હતા. પતિ-પત્ની તરીકે કપલનું આ પહેલું રેમ્પ વોક હતું. દીપિકા પાદુકોણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ રેમ્પની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં રણવીરની સાદગી અને સરળતા જાેવા મળી રહી છે. શબાના આઝમીએ મનીષ મલ્હોત્રાની સાથે મિજવાન ફેશન શોનું આયોજન ૩ વર્ષ પછી કર્યુ. કેમ કે છેલ્લા ત્રણ વર્ષમાં કોરોના મહામારીના કારણે આ શો આયોજીત કરવામાં નહોતો આવ્યો.

મિજવાન ફેશન શો ૨૯ જુલાઈએ જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટરમાં આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં રણવીર સિંહના લુકની લોકો પ્રશંસા કરી રહ્યા હતા. તેના ડેશિંગ લુકે ફેન્સનું દિલ જીતી લીધું. આ તસવીરો જાેયા પછી ફેન્સ કદાચ તેના ન્યૂડ ફોટોશૂટની ચર્ચા ઓછી કરશે. રેમ્પ વોક દરમિયાન દીપિકાએ રણવીરને કિસ કરી.

Related Posts