જૂનાગઢ જિલ્લામાં બેફામ અને ખુલ્લેઆમ આયુર્વેદિક દવા અને કોલ્ડ્રીંક્સના નામે દારૂ વેચાતો હતો. જે અંગેની ફરિયાદો ઉઠતા જિલ્લાની અલગ-અલગ જગ્યાએ આયુર્વેદિક દવા અને કોલ્ડ્રીંક્સના નામે ચાલતા દારૂના ધંધા પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાંથી મોટી માત્રામાં જથ્થો ઝડપી લીધો હતો. હકીકતમાં આ પીણું આયુર્વેદિક છે કે નહીં તે અંગે આયુર્વેદિક દવા અને પીણાના સેમ્પલ એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ દ્વારા આ આયુર્વેદિક પીણા અને કોલ્ડ્રીંક્સમાં આલ્કોહોલનું પ્રમાણ ૨૨ % જેટલું મળી આવ્યું હતું.
જે વિદેશી દારૂની બોટલોમાં મળતા ઓલ્કોહોલ કરતા વધારે હતું. જેથી પોલીસે હાલ તો માળિયાના એક શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. હજુ પણ અલગ-અલગ જગ્યાએથી પકડાયેલા આયુર્વેદિક કોલ્ડ્રીંક્સના અલગ-અલગ બ્રાન્ડની બોટલોનો એફએસએલ રિપોર્ટ આવવાનો બાકી છે, તેના રિપોર્ટ આવ્યા બાદ વધુ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. આયુર્વેદિક દવા અને પીણાના નામે ખુલ્લેઆમ વેચવામાં આવતો દારૂને પોલીસે બંધ કરી દેવાના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે.
આયુર્વેદિક દવા અને કોલ્ડ્રીંક્સના નામે આલ્કોહોલ વેચવાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ પોલીસ વિભાગે તૈયારી કરી છે.જૂનાગઢ જિલ્લામાં આર્યુર્વેદિક દવાના અને કોલ્ડ્રીંકસના નામે દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. જેનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. દારૂના ધંધાર્થીઓએ હવે આયુર્વેદિક પીણાના નામે ખુલ્લેઆમ દારૂ વેચવાનો નવો તરકીબ શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
Recent Comments