fbpx
અમરેલી

સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ગુરૂકુળ ખાતે સ્વાતંત્રય પર્વની પુરા અદબથી રંગારંગ ઉજવણી

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે ૧૫ મી ઓગસ્ટ ૭૬ માં સ્વાતંત્રય પર્વ ની પુરા અદબ થી રંગારંગ ઉજવણી ભૂમિદાતા પરિવાર ના પુત્રરત્ન વલ્લભભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ધ્વજવંદન કરી સલામી અપાય પૂજ્ય સંતો સ્વામી વિષ્ણુચરણદાસજી કોઠારી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી ની પ્રેરક ઉપસ્થિતિ માં ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી.

હજારો વિદ્યાર્થી વાલી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ વચ્ચે આઝાદી ની ઝાંખી કરાવતા વીર જવાનો વિદુષી મહિલા બહાદુરી ભર્યા બલિદાન અને શોર્ય ને તાદ્રશ્ય કરાવતા જોમ જુસ્સા સાથે મુક અભિનય સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા અભિભૂત કરતા કાર્યક્રમ ને સ્થિરપ્રજ્ઞ બની ને માણતા શહેરીજનો સ્વાતંત્ર્ય ની લડાઈ માં દેશ ની આઝાદી માટે નરબંકા શહિદ વીર જવાનો ના બલિદાન ને યાદ કરી મહા મૂલી આઝાદી ના જતન માટે સુંદર સદેશ આપતી કૃતિ ઓ રજૂ કરાયા હતી સમગ્ર શાળા સંકુલ માં અકડેઠઠ જનમેદની ની ઉપસ્થિતિ માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થી રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી કરાય હતી શિક્ષક શ્રી શાળા પરિવાર નું અદભુત આયોજન 

Follow Me:

Related Posts