fbpx
અમરેલી

સંવેદન ગૃપ અમરેલી તથા ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા વીર હમીરજી સોમનાથની સખાતે ફિલ્મ શો યોજાયો

અમરેલી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોપાલગ્રામ ખાતે સંવેદન ગૃપ અમરેલી તથા ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા વીર હમીરજી સોમનાથની સખાતે ફિલ્મ શો યોજાયો. રાષ્ટ્રના સ્વતંત્રતા પર્વ પ્રસંગે પ્રજાવત્સલ ત્યાગી રાજવી પૂ. દરબાર સાહેબ તથા સત્યાગ્રહી સેવામૂર્તિ પૂ. ભક્તિબાને દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી શંભુભાઈ વાડદોરિયા તથા વિપુલ ભટ્ટી દ્વારા સ્મરણાંજલિ આપવામાં આવી. ઐતિહાસિક વારસો ધરાવતાં ઢસા ગોપાલગ્રામના દરબાર ગઢના પ્રાંગણમાં સંસ્થા દ્વારા સ્વાતંત્ર્ય સેનાની  ગોપાળદાસ દેસાઈના સ્મૃતિચિહ્ન દ્વારા ગોપાલગ્રામ ગ્રામ પંચાયતના હયાત હોય એવાં પૂર્વ સરપંચો તથા ઉપસરપંચોનું સન્માન કરવામાં આવ્યું સાથેસાથે ગામનાં પ્રતિભાશાળી યુવાન ભૂપતભાઈ. બી. વાળા (આર.એફ.ઓ.,કેવડિયા) તથા કોરોનાના કપરાં કાળમાં લોકોની મદદ કરનાર સેવાભાવી ડૉ. દેવકુભાઈ. એમ. વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જે.વી.કાકડિયા, પૂર્વ સરપંચ હરેશભાઈ વાળા, ઉપસરપંચ ગૌતમભાઈ વાળા, જાફરાબાદ તાલુકા પંચાયતના સભ્ય અનિરુદ્ધભાઈ વાળા, ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટી રાજુભાઈ ઠુમ્મર, પ્રતાપભાઈ વાળા, જીતુભાઈ ગજેરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ ચુનીભાઈ વાડદોરિયા, પૂર્વ સરપંચ છગનભાઈ રાઠોડ, ચલાલા શહેર ભાજપના ભયલુભાઈ વાળા, છતડિયાના સરપંચ હંસાબેન ખોડીદાસ કાછડિયા, પુષ્પાબેન ચંપકભાઈ ધકાણ, રસિલાબેન, લાભુબેન ગજેરા, વૈશાલીબેન રાવળ, ધીરૂભાઈ વાઘેલા, ડૉ. વરૂણ દેવમુરારી, કિર્તી ભટ્ટ, જીવનભાઈ સાવલિયા, કાળુભાઈ વાડદોરિયા, પ્રવિણભાઈ ગજેરા, ગોકળભાઈ કાલાણી, જીવકુભાઈ વાળા, આલાભાઈ વાળા, જનકભાઈ વાળા, પ્રતાપભાઈ પત્રકાર, કનુભાઈ ભિસરિયા,  શિવરાજભાઈ વાળા, ગુણવંતભાઈ ચૌહાણ, દિપકભાઈ ધારી, પ્રશાંત જોષી, મયુર રામપ્રસાદી, અશોકભાઈ રાઠોડ, સૂરેશભાઈ વાઢેર, કિશોરભાઈ રાઠોડ, મૂકેશભાઈ રાઠોડ, જયદિપભાઈ વાળા, સુરેશભાઈ, રાજુભાઈ, દિલુભાઈ ધાધલ, ખીમજીભાઈ ભોરિંગ, અરવિંદભાઈ, કિશોરભાઈ વાડદોરિયા, રોમિલભાઈ ઠુમ્મર, ચેતનભાઈ વાડદોરિયા, મનુભાઈ ગોહેલ, પ્રફુલ્લભાઈ અમરેલિયા, પ્રવિણભાઈ સુતરિયા, સૂરેશભાઈ ભટ્ટ, સંજય વાડદોરિયા, હનુભારથી, ગિરીશ રાઠોડ, સંકેત અગ્રાવત, હર્ષ રામાણી સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં ગ્રામજનોએ ઝરમર વરસતાં વરસાદમાં ધર્મ રક્ષક હમીરસિંહની શૌર્યગાથા માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, દિપક મહેતા, ધર્મેન્દ્ર લલાડિયા, અશોક પાટણવાલા, વિપુલ ચરણદાસ, સંજય સવાણી, નૈષધ ચૌહાણ, હિતેન ડોડિયા તથા વત્સ મહેતાએ જહેમત ઉઠાવી હતી તેમ ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે

Follow Me:

Related Posts