અમેરિકા-કેનેડાના નામે ૬.૫૯ કરોડની છેતરપિંડી આચરનાર બે આરોપીની ધરપકડ
ગાંધીનગર અડાલજના ટ્રાવેલ એજન્ટ આકાશ મહેતાએ સુરત ક્રાઇમબ્રાંચમાં ઇરફાન ઉમરજી અને તેના કર્મચારી ૨૪ વર્ષીય શકીલ લતીફ મહિડા(વાલક, કામરેજ) અને ૨૬ વર્ષીય આકીબ આબિદ મુલતાની(ડોલી ટાવર, ખોલવડ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ ગુનાની તપાસ ઇકોસેલને સોંપાતા આરોપી ઇરફાનના બંને કર્મચારીઓ શકીલ મહિડા અને આકીબ મુલતાનીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇરફાન ઉમરજીએ આ ૩૦ લોકોને યુએસ, કેનેડાના નામે ઘાના લઇ જઇ ત્યાંથી બોગસ પાસપોર્ટ,વીઝા અને જાેબ ઓફર લેટર થકી અન્ય દેશમાં ઘુસાડવા માંગતો હતો. એક મહિલા સહિત ૨ જણા કેનેડાના બોગસ સ્ટીકરમાં કયુબા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડીટેન કરાતા એજન્ટે ત્યાંથી મુક્ત કરાવી ઘાના ડિપોર્ટ કરી પરત મોકલ્યા હતા. તે સમયે ઈરફાને તેમને ઘાનાથી ભારત લાવવા ૪૦ લાખ માંગતા ગાંધીનગરના એજન્ટે શકીલ મહિડાને આંગડીયાથી ૪૦ લાખ મોકલતા મહિલા સહિત બંને ભારત પરત ફર્યા હતા.૩૦ લોકો જેમતેમ ઘાનાથી ભારત પરત ફરતાં આરોપી ઈરફાને તેમને આપેલા ડોક્યુમેન્ટ્સની ગાંધીનગર ના ટ્રાવેલ એજન્ટે કેનેડિયન ઇમિગ્રેશન વકીલ પાસે આ બધાંની તપાસ કરાવતા જાેબ લેટર અને એલએમઆઈએ લેટર બોગસ જણાયા હતા.ખોલવડના ડોલી ટાવરમાં રહેતા અને મોટા વરાછા, ઉત્રાણ અને કામરેજમાં એન્જલ્સ મલ્ટિલિંક નામે ઓફિસ ચલાવતા ટ્રાવેલ એજન્ટ ઇરફાન ફારુક ઉમરજીએ ગાંધીનગરના ૩૦ લોકોને યુ.એસ,યુ.કે. કેનેડા અને યુરોપમાં અભ્યાસ તેમજ પર્યટન માટે મોકલવાના નામે ૬.૫૯ કરોડ રૂપિયા ખંખેરી લઇ આફ્રિકાના ઘાના દેશમાં રઝળતા કરી મૂક્યા હતા. જેના પગલે આ લોકોએ ભારત પરત ફરવું પડ્યું હતું.જાેકે હાલમાં આરોપી ઇરફાન ઉમરજી યુકે,કેનેડા કે દક્ષિણ આફ્રિકા થયો હોવાની આશંકા છે.
Recent Comments