fbpx
ગુજરાત

મહેસાણાની સગીરા પર સગા માસાએ જ દુષ્કર્મ આચરતા આજીવન કેદની સજા

મહેસાણા જિલ્લામાં ચકચારી એવા આ કેસમાં પોલીસે ચાર્જસીટ કર્યા બાદ મહેસાણાની સ્પે. પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલોને આધારે જજ એ.એલ. વ્યાસે સગી ભાણીનું શોષણ કરનારા માસા રૂપેશ દશરથલાલ મોચીને પોક્સો એક્ટની કલમ ૬ મુજબ આજીવન કેદની સજા અને રૂ.૫ હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે દુષ્કર્મ (૩૭૬) મુજબ ૨૦ વર્ષની સજા અને રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે સગીરા પર દુષ્કર્મ આચરનાર પિતા ભાવેશ સીતારામ મોચીએ પેરોલ પર છૂટ્યા બાદ ચોટીલા જઈ આત્મહત્યા કરી લેતાં કોર્ટે તેને કેસમાંથી આરોપી તરીકે દૂર કર્યો હતો. તેમજ પોતાની દીકરીનું શોષણ થઈ રહ્યું હોવાનું જાણતી હોવા છતાં ચૂપ રહેનારી આરોપી માતા છાયાબેનને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકી હતી.કોર્ટના હુકમના પગલે અન્ય આરોપીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. કેસમાં સગીરાની જુબાની સાથે સરકારી વકીલ હસુમતીબેન મોદીએ ગુજરાતીમાં કહેવત છે કે મા મરજાે પણ માસી જીવજાે. આમ માસા પણ બાપ સમાન હોય છે. કોર્ટેમાં તમામ પુરાવાની સાથે આ દલીલ પણ મહત્વની સાબિત થઈ હતી.

તોસગી દીકરી પર દુષ્કર્મ આચરનારા પિતા ભાવેશ મોચી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ તેના કિડની સહિતના અંગો ફેલ થઈ ગયા હતા અને દવા કરાવવા પેરોલ લઇ જામીન ઉપર છૂટ્યા બાદ ચોટીલા જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.મહેસાણા શહેરમાં રહેતી સગીરા પર પિતા દુષ્કર્મ આચરતા હોઇ વિસનગર રહેતા સગા માસાને ત્યાં ભણવા મુકતાં સતત બે વર્ષ સુધી સગીરા ઉપર દુષ્કર્મ આચરનારા માસાને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદની સજા તેમજ રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. સાથે કોર્ટે પીડિતાને રૂ. ૩.૫૦ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. સગીરા પર પોતાના ઘરમાં જ પિતા દુષ્કર્મ આચરતા હોઇ સગીરાને વિસનગરની ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા સગા માસા રૂપેશ દશરથલાલ મોચીને ત્યાં ભણવા મૂકી હતી. પિતાની જેમ માસા પણ નરાધમ નીકળ્યા અને બે વર્ષ સુધી દુષ્કર્મ આચરી શોષણ કર્યું હતું. આ બનાવ અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાએ પિતા ભાવેશ સીતારામ મોચી, માસા રૂપેશ દશરથલાલ મોચી અને આ બધું જાણતી હોવા છતાં ચૂપ રહેનાર માતા છાયાબેન ભાવેશકુમાર મોચી સામે ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts