શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં વેલકમ ડેની ઉજવણી
નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૪/૮/ ૨૦૨૨ના રોજ વેલકમ ડેની ઉજવણી કરવામાં આવી ,જેમાં અધ્યક્ષ તરીકે શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, અતિથિ વિશેષ તરીકે પ્રા.ડો. કેતનભાઇ કાનપરિયા તથા શ્રીમતી ગીતાબેન જોશી ઉપસ્થિત હતા .કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને આવકારવામાં આવી, તથા વર્ષભર જે પણ વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા હોય, તેમનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો,જેનું આયોજન પ્રા. ડો.રૂકશાનાબેન કુરેશી,પ્રા.નયનાબેને કર્યું હતું. સભા સંચાલન પ્રા. ડો. હરિતાબેન જોશી તથા પ્રા. ડો.કે.પી .વાળાએ કર્યું. આભારદર્શન પ્રા.ડો. રૂકશાનાબેન કુરેશીએ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો.
Recent Comments