મૂળ છત્તીસગઢ રાજ્યના કબીરધામ જિલ્લાના સમતાપુર પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ ત્યાંની સગીરાને લલચાવી ફોસલાવીને સગીરાના પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરનારી મહિલા જામત્રી ધનેશ્વરભાઇ શર્મા ( રહે-ખારાઘોડા નવાગામ ) તથા ભૂપત નાથાભાઇ સુરેલા ( રહે-ખારાઘોડા નવાગામ )ને એમના રહેણાંક મકાનમાંથી હ્યુમનસોર્સ આધારે સચોટ માહિતી મેળવી પાટડી પોલીસ મથકના ભાવાર્થ સોલંકી સહિતના પોલીસ સ્ટાફ સાથે શોધી કાઢી સગીરાને છત્તીસગઢ પોલીસ અને એના વાલીને સોંપવામાં આવી હતી. આથી સગીરા પોતાના વાલીને મળતા પોલીસ મથકમાં જ કરૂણ દ્રશ્યો જાેવા મળ્યાં હતા.છત્તીસગઢથી અપહરણ કરાયેલી સગીરાને ભગાડી જનારી મહિલા પોતાના પતિ સાથે પાટડી તાલુકાના ખારાઘોડાથી ઝડપાઇ હતી. છત્તીસગઢ પોલીસે પાટડી પોલીસની મદદથી બંનેને ખારાઘોડા ગામેથી ઝબ્બે કરી છત્તીસગઢ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ છે.
છત્તીસગઢની સગીરાને ભગાડી જનારી મહિલા સુરેન્દ્રનગરના ખારાઘોડાથી ઝડપાઈ


















Recent Comments