અમરેલી

ડાયનેમીક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીશીનો ખાલીપો કાયમ વર્તાશે

લોકજીભે જેમનું નામ સતત સાંભળવા મળે તેવા હરેશ બાવીશીના જવાથી સમાજમાં તેમનો ખાલીપો કાયમ વર્તાશે તેમ રહેશ બાવીશીના અવસાન બદલ
શોકાંજલી પાઠવતા રાષ્ટ્રિય સહકારી અગ્રણી અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવેલ છે. સંઘાણી એ વધુમા જણાવેલ કે, બાવીશી શ્રેષ્ઠ સભા
સંચાલક ઉપરાંત શૈક્ષણિક, સામાજીક , યુવા વિકાસ પ્રવૃતીમાં તેમનું યોગદાન સરાહનીય રહયુ છે.

ડાયનેમીક ગ્રુપના પ્રમુખ તરીકે અનેક લોકપયોગી સેવા પ્રવૃતી કરતા હરેશ બાવીશીની આપણી વચ્ચેથી ઓચિંતી વિદાય દુ:ખદ છે, તેમ સદ્ગત આત્માને શોકાંજલી પાઠવતા સંઘાણીએ જણાવેલ.

Related Posts