fbpx
ગુજરાત

અમિતશાહ અને ભુપેન્દ્ર પટેલએ મેનેજીંગ ટ્રસ્ટી ચુનિભાઈ ગજેરાને એવોર્ડ અર્પણ કર્યા

૨૦૨૧-૨૨ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં અગિયારમાં ખેલમહાકુંભનું  ભવ્ય આયોજન થયું હતું. કોરોનાના બે વર્ષના કપરાકાળ બાદ યોજાયેલ રમતોના આ મહાકુંભમાં સમગ્ર રાજ્યના ખેલાડીઓએ બમણો ઉત્સાહ દર્શાવ્યો હતો અને રેકોર્ડબ્રેક પંચાવન લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિશ્વના કેટલાય દેશોની કે ભારતના કેટલાય રાજ્યોની કુલ જનસંખ્યા કરતા પણ વધારે  ખેલાડીઓએ ખેલમહાકુંભ – ૧૧ માં ભાગ લીધો હતો. ઝોન કક્ષાથી શરુ થઇ રાજ્ય કક્ષા સુધી યોજાયેલ રમતોમાં ભારે રસાકસી સાથે ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાઓમાં સૌથી વધારે મેડલ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર શાળાઓનું વિશેષ સન્માન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સુરતની કતારગામ વિસ્તારની શાળા ગજેરા વિદ્યાભવન, કતારગામ એ સમગ્ર રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ  સુરત શહેરનું નામ રોશન કર્યું હતું.

૦૪/૦૯/૨૦૨૨ ને રવિવારે અમદાવાદમાં કાંકરિયા સ્થિત  ટ્રાન્સટેડીયા ખાતે ખેલમહાકુંભ – ૧૧ ના સમાપન સમારંભમાં ભારત સરકારના યુનિયન ગૃહમંત્રી અને સહકારી મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, યુથ અફેર્સ ગૃહ રાજ્ય એન્ડ સ્પોર્ટ્સના યુનિયન મીનીસ્ટર શ્રી અનુરાગ ઠાકુર, ગૃહરાજ્ય મંત્રી અને રમત-ગમત , યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી, નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા , મ્યુનસીપલ કમિશનર શ્રી બંછાનીધી પાની સહીત તમામ મહાનગર પાલિકાના મેયર અને મ્યુનસીપલ કમિશનરશ્રી ઓની ઉપસ્થિતિમાં ખેલમહાકુંભમાં – ૧૧ ના સન્માન સાથે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતના શિક્ષણ ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે  મોખરાનું સ્થાન ધરાવતા સંસ્થા ગજેરા વિદ્યાભવનને સમગ્ર રાજ્યમાં દ્રિતીય સ્થાન મેળવવા બદલ યુનિયન હેલ્થ મીનીસ્ટર  શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિજેતા ટ્રોફી અને ત્રણ લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા હતા. ગજેરા વિદ્યાભવન વતી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, સ્પોર્ટ ડાયરેક્ટર શ્રીમતી ગુલાબ વસાણી તથા સીનીયર પ્રિન્સિપલ શ્રી જયેશ પટેલ સન્માન સ્વીકારી શાળાની તમામ રમતોના કોચિંગ અને પી.ટી. ટીચરને અભિનંદન પાઠવ્યા હતા તથા ખેલમહાકુભમાં ભાગ લઇ વિજેતા થનાર તમામ રમતવીરોને અભિનંદન સાથે ભાવી કારકિર્દી માટે શુભકામના આપી હતી.

Follow Me:

Related Posts